નવી ભીલભવાલી ગામે પાણીનો પોકાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝરતાલુકાના નવી ભીલભવાવી ગામમાં પીવાના પાણી માટે લોકો હાલ વલખા મારી રહ્યા છે. ગુજરાત પાણી પુરવઠા હેઠળ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી એક મોટી ટાંકી તેમજ બે મીનીટાંકી બંધ અવસ્થામાં છે. જ્યારે ત્રણ હેન્ડ પંપ મહિનાથી બંધ અવસ્થામાં હોય, જેથી ગામનાં લોકોની હાલત અત્યંત દયનીય અને કફોડી બની ગઇ છે.

સૂર્યની કાળઝાળ ગરમીમાં લોકો એક તરફ શેકાય રહ્યા છે. ત્યારે નિઝર તાલુકાના નવીભીલભવાલી ગામમાં છેલ્લા આઠ મહિનાથી પાણી મળતા ગ્રામજનોની હાલત અત્યંત દયનીય કફોડી બની ગઇ છે. વર્ષો પહેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ 60,000 લિટર ક્ષમતા ઘરાવતી મોટી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. જે છેલ્લા દસ વર્ષ બંધ છે. જ્યારે પાણી પુરવઠા દ્વારા લાખોના ખર્ચે બનાવેલી બે મીની ટાંકીનું નિર્માણ કરવામાં આવી હતી. જે ઇલેક્ટ્રોનિક મોટરમાં ખામી સર્જાતા સાત મહિનાથી બંધ પડેલી છે. અનેકવાર ગામના જાગૃત નાગરીકો દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી લોકોમાં જવાબદાર અધિકારીઓ પ્રત્યે રોષની લાગણી પ્રસરી રહી છે.

પાણી મેળવવા માટે ગૃહિણીઓએ રખડવું પડે છે

ગૃહિણીઓનેરોજપીવા માટે નાહવા માટે તેમજ મૂંગા પશુઓ માટે પાણી એકઠું કરવામાં ખૂબ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. બીજા ફળિયામાંથી માથા પર બેડા મૂકીને પાણી લાવવામાં મુશ્કેલી થતી હોય છે. પાણી પુરવઠાના જવાબદાર તંત્ર તેમજ ચૂંટાયેલા નેતાઓ પોતાની જવાબદારી સમજીને એક આગવું નેતૃત્વ પુરૂ પાડવાની ખૂબ જરૂર છે.

અમારી મુશ્કેલી દુર કરો

^રોજઅમને પાણી એકઠુ કરવામાં મુશ્કેલી થાય છે. જ્યારે બીજી તરફ લગ્નની સિઝન હોવાથી પાણીની ખૂબ જરૂર હોય છે. અમને સત્વરે પાણીની સુવિધા કરી આપવા આવે તો પ્રકારની મુશ્કેલી વેઠવી પડે. > સુધિનાબહેનવળવી, ગૃહિણી,નિઝર

ગામના રહીશોએ વારંવાર રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી

ભીલભવાલી ગામની પાણીની ટાંકી બંધ હાલતમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...