• Gujarati News
  • National
  • કુકરમુંડા ગામના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

કુકરમુંડા ગામના સ્મશાનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકરમુંડાતાલુકાનાં જૂના કુકરમુંડામા સાર્વજનિક સ્મશાનભૂમીનું નિર્માણ કરવા અંગે સાઇ સરકાર ગૃપ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કુકરમુંડા તાલુકાનાં જૂનાં કુકરમુંડામાં ખાલી પડેલી જગ્યા પર સાર્વજનિક સ્મશાનભૂમિનું નિર્માણ કરવા અંગે કુકરમુંડાના સાઇ સરકાર ગૃપ દ્વારા ગત તા.9મી માર્ચના રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું કે ,જૂના કુકરમુંડામાં સાર્વજનિક સ્મશાનભૂમીનું નિર્માણ કરવા માટે સહાયની મંજૂરી આપવામાં આવે તેમજ તાપી નદી કિનારે ઘાટનું કામ, મૃતદેહની અત્યંવિધી માટે ભઠ્ઠી , શ્રદ્ધાંજલી તેમજ દશવિધિ માટે હોલ, ઠંડા પાણી માટે પરબ, ગાર્ડન, લાકડા માટે સ્ટોર રૂમ, બેઠક વ્યાવસ્થા, ગેટ અને મેન હાઇવેથી સ્મશાનભૂમી સુધી ડામર રસ્તો તમામ વ્યાવસ્થા સ્મશાનભૂમિ સાથે કરી આપવા માટે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી સહાય ફાળવી આપવા માંગ આવેદનમાં જણાવ્યું છે.

સ્માશાનના વિકાસ માટે ટીડીઓને આવેદન

અન્ય સમાચારો પણ છે...