• Gujarati News
  • બાલ્દા ગામે બ્રહ્મદર્શન સ્વામીની પ્રવચનમાળા

બાલ્દા ગામે બ્રહ્મદર્શન સ્વામીની પ્રવચનમાળા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલ્દા ગામે બ્રહ્મદર્શન સ્વામીની પ્રવચનમાળા
કડોદ સુરત અને તાપી જિલ્લાના છેવાડાના ગામોમાં સત્સંગ પ્રવૃત્તિ વધે તેમજ શાસ્ત્રોનું જ્ઞાન આદિવાસી વિસ્તારમાં વધે અને સંસ્કાર વૃદ્ધિ થાય તે હેતુથી સાંકરી મંદિર દ્વારા વિવિધ સ્થળે પ્રવચનમાળાનું આયોજન કરાયું છે. નિઝર તાલુકાના બાલ્દા ગામે આ હેતુથી શાસ્ત્ર, મંદિર અને સંત વિષય પર તા.૩૦, ૩૧ મે અને ૧ જુન દરમિયાન પ્રવચન માળામાં વિદ્વાન સંત પૂ. બ્રહ્મદર્શન સ્વામી કથાવર્તાનો લાભ આપશે. રોજ રાત્રે ૮થી ૧૧ દરમિયાન ગ્રામજનો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો, વીડિયો શો, નૃત્ય વગેરેનું આયોજન કરાયું છે. કાર્યક્રમની સફળતા માટે ઘ્યાનજીવન સ્વામી અને પૂ. મંગલ ભૂષણ સ્વામી અને સેંકડો કાર્યકરો પરિશ્રમ કરી રાાં છે.