આવાસથી વંચિત ગ્રામજનોની TDOને રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | નિઝર તાલુકાના ચિચોદા ગામના ગરીબ આદિવાસીઓને પ્રધાન મંત્રી આવાસ યોજનાથી વંચિત હોવાથી સોમવારે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં ગામના જાગૃત નાગરિકોએ અને ગામના આગેવાનો સાથે મળીને લેખિત રજૂઆત કરી હતી. આદિવાસી સમાજના ગરીબ લોકોને આવાસનો લાભ મળે આવી આશા લઈને તાલુકા વિકાસ ઓધિકારી લેખિત જાણ કરેલ છે જેમાં ચીચોદા ગામના ૭૦ થી ૭૫ લોકો આ યોજનાથી વંચિત રહેલ છે. આવાસથી વંચિત લોકોને ચાલુ વર્ષમાં સોમાંવેશ કરવામાં આવે અને ગરીબ લોકોને પાકાઘરનો લાભ મળે એ હેતુથી લેખિત રજૂઆત કરવાંમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...