Divya Bhaskar

Home » Daxin Gujarat » Tapi District » Nizar » 2001માં આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણનું પ્રમાણ 47 ટકા હતંુ જે વધીને 62 ટકાને પાર થયું : CM

2001માં આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણનું પ્રમાણ 47 ટકા હતંુ જે વધીને 62 ટકાને પાર થયું : CM

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:25 AM

ઉત્સાહ | નિઝરમાં મુખ્યમંત્રીની હાજરીમાં alt145વિશ્વ આદિવાસી દિવસalt146ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી

 • 2001માં આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણનું પ્રમાણ 47 ટકા હતંુ જે વધીને 62 ટકાને પાર થયું : CM
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસી કુળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી 46 લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમતગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું મુખ્ય મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

  આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજ્ય સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ભવ્‍ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યે સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભકિત પડેલી છે. અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વહોરી છે.

  ...અનુસંધાન પાના નં. 2

  આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી માતાની પૂજા-અર્ચના કરી બિસરા મૂંડાને શ્રદ્ધાંજલી અપાઇ

  નિઝરમાં આદિવાસી દિને ઉપસ્થિત મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ નગારૂ વગાડ્યું, તેમજ કાર્યક્રમમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ નોક નૃત્ય રજૂ કરવામાં આવ્યા

  રાષ્ટ્ર માટે અનેક આદિવાસીઓએ કુરબાની આપી છે

  મુખ્યમંત્રીએ આદિવાસીઓના આઝાદીના ભવ્ય ઇતિહાસને વાગોળતા જણાવ્યુ‍ હતું કે, સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસીવીરોની બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામેલ લડયા હતા. અગાઉની સરકારોએ કયારેય આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે આદિવાસી સંસ્‍કૃતિની વિરાસતને ઊજાગર કરવાનો નિર્ણય કર્યો છે.

  નિઝરની ભવ્ય રેલી લોકોમાં આકર્ષણનું ક્રેન્દ્ર

  નિઝર નગરમાં આદિવાસી સંસ્‍કૃતિને ઊજાગર કરતી આદિવાસીઓની નૃત્યના તાલે ભવ્ય રેલી નીકળી હતી. આદિવાસી પોષાકમાં સજજ કલાકારો, આરાધ્‍ય દેવ ગાંડા ઠાકુર અને વિન્‍યા દેવના વેશમાં સજ્જ ઘોડેસવાર તથા આદિવાસી સમાજ જેને દેવ તરીકે પુજે છે એ કણી (અનાજ ભરેલી ટોપલી) કે જેને સ્થાનિક બોલીમાં હિજારી કહે છે જેને કૂળદેવીના પૂજન વખતે લઇ જવામાં આવે છે, જેને માથે મૂકી આદિવાસી બહેનો પણ રેલીમાં જોડાઇ હતી.

  વનબંધુઓને 46 લાખના લાભોનું વિતરણ કરાયું

  ગૌરવવંતા આદિવાસી સમાજનો ચિતાર અપાયો

  આદિવાસી લોકનૃત્ય અને સંગીતની રમઝટ બોલી

  આદિવાસી સમાજે સીએમને ભેટ આપી

  ચૌધરી સમાજ | સાફો તથા તારપુ ભેટમાં આપ્યું

  ગામીત સમાજ | પરંપરાગત કોટી અને ટોપલી

  વસાવા સમાજ | કડુ પહેરાવી, મોરલી અને છીબલી

  કોંકણી સમાજ | પાવરી આપી

  ઢોડિયા સમાજ | તૂર-થાળી

  કોટવાળિયા સમાજ | વાંસની ટોપલીની ભેટ આપી

  હળપતિ સમાજ | મોમેન્ટો આપી અભિવાદન કર્યું

 • 2001માં આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણનું પ્રમાણ 47 ટકા હતંુ જે વધીને 62 ટકાને પાર થયું : CM
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending