તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નિઝર | નિઝરગામના આંબેડકર નગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરનાળું બિસ્માર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિઝર | નિઝરગામના આંબેડકર નગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરનાળું બિસ્માર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિઝર | નિઝરગામના આંબેડકર નગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરનાળું બિસ્માર હાલતમાં છે. ગરનાળું બિસ્માર થઇ જતાં ફળિયાના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નિઝર ગામના આંબેડકર નગરમાં પાંચ-છ વર્ષ પહેલા પ્રજા માટે એક ગરનાળું બનાવવામાં આવ્યું હતું. જે હાલ બિસ્માર થઇ જતાં ફળિયાના લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ચોમાસામાં ગરનાળા પર વરસાદી પાણીનો ભરાવો થઇ જાય છે.જેના લીધે ગરનાળા પર કાદવ કીચડ થઇ જાય છે. બિસ્માર ગરનાળાને મરામત કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સરકારી તંત્ર દ્વારા દયાન આપવામાં આવ્યું નથી. અહી નોંધનીય છે કે, નિઝર ગામમાં છેલ્લા ત્રણ વર્ષનાં વિકાસનાં કામોની તપાસ કરવામાં આવે તો નિઝર ગામમાં કામ કરતા કોન્ટ્રાક્ટર અને એજન્સીઓની પોલ ખૂલે તેમ છે.

નિઝર ગામનું ગરનાળું સાવ બિસ્માર બનતાં હાલાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો