તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં સ્મશાન યાત્રા પાણીમાંથી કાઢવી પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિઝર તાલુકાના આડદા ગામનાં સ્મશાન તરફ જતાં રસ્તા ઉપર નદીનાળુ હોવાથી ગામના લોકોને તેમજ ખેડૂતોને કાયમ માટે અવરજવર કરવામાં મુશ્કેલી થતી હોય છે. જેથી ગામના લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખી નાળા ઉપર ગરનાળુ બનાવવામાં આવે એવી લોકમાંગ છે.

સ્થળ પરથી મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના આડદા ગૃપ ગ્રામપંચાયતમાં સમાવેશ આડદા ફળિયામાંથી સ્મશાન તરફ જતાં રસ્તા ઉપર નદી નાળું હોવાથી લોકોને તેમજ ખેડૂતોને અવરજવર કરવામાં કાયમ હેરાન થવું પડે છે. હાલ ઉનાળા-શિયાળામાં આ નાળા ઉપરથી જેમ તેમ કરીને લોકો પસાર થઇ જતાં હોય છે. પરંતું ચોમાસામાં આ નાળામાં પાણી ભરાય જતા લોનો ઘણી મુશ્કેલી થતી હોય છે. જ્યારે આડદા આશ્રમ ફળિયામાં વરસાદના સમયે કોઇનું મૃત્યુ થાય તો સ્મશાનયાત્રા કાઢવાની મુશ્કેલી પડે છે. પાણીની વચ્ચેથી સ્મશાનયાત્રા જોખમી રીતે લઈ જવામાં આવે છે. ત્યારે નાળું પાણીથી ભરાયેલું હોય છે. જેના લીધે લોકોને ભારે મુશ્કેલી થાય છે.અને સ્મશાનમાં જવા માટે આ એક માત્ર રસ્તો હોવાથી સ્મશાનયાત્રા લઇ જવા માટે પણ લોકોને ખૂબજ તકલીફ થાય છે. જ્યારે આ નાળા ઉપર તાત્કાલિક ગરનાળું બનાવવામાં આવે એવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...