તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુકરમુંડાનાં ગામોમાં પૂરતું રેશનિંગનું અનાજ મળતું નથી

કુકરમુંડાનાં ગામોમાં પૂરતું રેશનિંગનું અનાજ મળતું નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકરમુંડાતાલુકાનાં ચિખલીપાડા, વેશગાવ, બેજ અને મૌલીપાડા ગામોનાં કેટલાક કુટુંબો અગ્રતા ક્રમની યાદીમાં સમાવેશ હોવા છતાં અનાજ મળતું નથી. જે બાબતે મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

તાપી જિલ્લાના છેવાડાનાં કુકરમુંડા તાલુકાનાં ચિખલીપાડા, વેશગાવ, બેજ અને મૌલીપાડા ગામોનાં કેટલાક કુટુંબો અગ્રતા ક્રમની યાદીમાં સમાવેશ કરવા આવ્યા હોવા છતાં ઘંઉ અને ચોખા આપવામાં આવતાં નથી. જે અંગે ચાર ગામોના 16 વ્યક્તિઓ દ્વારા નિઝર મામલતદાર જી.આર.વસાવા સાહેબને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમા જણાવ્યું કે ,સરકાર દ્વારા અગ્રતા ક્રમની યાદીમાં કેટલાક કુટુંબોને સમાવેશ કરવામાં આવ્યા હોવા છતાં મહિનામાં આપવામાં આવતું અનાજ મળતું નથી. જેથી સત્વરે ગરીબ આદિવાસી પરિવારોને અનાજ મળે એવી લેખિત રજૂઆત કરાઇ છે.

મામલતદારને આવેદનપત્ર અપાયું

અન્ય સમાચારો પણ છે...