તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વગર રોયલ્ટીથી પસાર થતી રેતીની ટ્રકો બંધ કરાવવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વગર રોયલ્ટીથી પસાર થતી રેતીની ટ્રકો બંધ કરાવવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકરમુંડામાંઆવેલી રેતીના લીઝ ઉપરથી ગેરકાયદેસર વગર રોયલ્ટી ભરી મહારાષ્ટ્રમાં રેતી વેચવાનો વેપાર થઇ રહ્યો છે. જેને તાત્કાલિક બંધ કરાવવા અંગે કુકરમુંડા તાલુકા પંચાયતના કારોબારી સમિતીના અધ્યક્ષ જિતેન્દ્રભાઇ ચૌધરીએ મંગળવારના રોજ મામલતદારને લેખિત રજૂઆત કરી છે. તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકા મથકે આવેલી રેતીની લીઝ ઉપરથી દરરોજ વગર રોયલ્ટી ભરીને મહારાષ્ટ્ર રાજ્યમાં રેતી વેચવાનો ધંધો થઇ રહ્યો છે. જેને તાત્કાલિક બંધ કરાવા માટે કુકરમુંડા તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ જિતેન્દ્રભાઇ ચૌધરીએ મામલતદાર વસાવાને રજુઆત કરી છે. લેખિત રજૂઆતમાં જણાવ્યું કે કુકરમુંડા મથકમાંથી વગર રોયલ્ટી ભરીને મહારાષ્ટ્રમાં રેતી વેચવામાં આવી રહી છે. તેમજ સરકારના ધારાધોરણ વગર ગેરકાયદેસર રીતે ઓવરલોડ ટ્રકો ભરવામાં આવે છે. અને રસ્તા ઉપરથી પસાર થતી ટ્રકોમાંથી ઉડતી રજકણોને કારણે વારંવાર વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. જેના લીધે વારંવાર ટુવ્હી ચાલકો જોડે અકસ્માત થતા રહે છે. તેમજ ટ્રકો કુકરમુંડા ગામમાંથી પસાર થતા હોય છે. ત્યારે રસ્તા ઉપર ટ્રાફીકની સમસ્યા વધી જતી હોય છે. જેથી ટ્રકો ગામમાં આવે અને પર્યાવરણને નુકશાન થાય તે બાબતે સરકારી તંત્રએ ધ્યાન આપવુ જોઇએ.

ઘટના અંગે મામલતદારને રજૂઆત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો