• Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | રાત્રીના અંધકારમાં ઊંડા ખાડાઓ નજરે આવતા ચાલકો ઘણીવાર પટકાયાની ઘટનાઓ પણ વારંવાર બ

ભાસ્કર િવશેષ | રાત્રીના અંધકારમાં ઊંડા ખાડાઓ નજરે આવતા ચાલકો ઘણીવાર પટકાયાની ઘટનાઓ પણ વારંવાર બને છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝરતાલુકાના નાસરપુર ગામ પાસેથી પસાર થતાં નિઝર-ઉચ્છલ હાઇવે પર આવતા નાસરપુર ગામ પાસે હાઇવે પર ઠેરઠેર ખાડા-ખાબોચિયાંઓ પડી ગયા છે. ચોમાસા દરમિયાન પડેલા મોસ મોટા ખાડા વાહન ચાલકો માટે સિરદર્દ બની ગયા છે. જ્યારે જવાબદાર તંત્ર અને એજન્સી પોતાની જવાબદારી પ્રત્યે ધ્યાન આપી સત્વરે ખાડાઓ પુરવા એવી માંગ ઉઠી છે. ચાલુ વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા નિઝર-ઉચ્છલ હાઇવે વરસાદી પાણીમાં ધોવાણ થઇ ગયો છે. જ્યારે નિઝર તાલુકાનાં નાસરપુર ગામની સીમ પાસે નિઝર-ઉચ્છલ હાઇવે ચોમાસાની સિઝનમાં ઉંડા ખાડાઓ પડી ગયા છે.

રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે અહીંથી વાહન પસાર કરવું પણ કપરૂ બની ગયું છે. હાઇવે પર દિવસ દરમિયાન હજારો વાહનનો અવરજવર કરતાં હોય છે. જ્યારે ચોમાસા દરમિયાન ઉંડા ખાડાઓ પડી જતાં વાહન ક્યાંથી હંકારવું સમજાતું નથી. રાત્રી દરમિયાન પસાર થતાં અજાણ્યા વાહન ચાલકોને ખાડાઓ નજરે આવે તો ચાલકો જોડે મોટી જાનહાની થઈ શકે છે. ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં વાહન ચાલકોને ઊંડા ખાડાઓ નજરે આવતા ચાલકો ઘણીવાર પટકાય ગયાની ઘટનાના બનાવો પણ વારંવાર બની રહ્યા છે. જેથી વાહનચાલકો જોડે ભવિષ્યમાં જીવલેણ ઘટના બને તે પહેલાં જવાબદાર તંત્રએ ખાડાઓની મરામત કરવાની કામગારી ચાલુ કરાવવામાં આવે જરૂરી બન્યું છે.

નાસરપુર પાસેથી પસાર થતો નિઝર-ઉચ્છલ હાઇવે બિસમાર બન્યો.

ઉંડા ખાડા વાહનચાલકો માટે જોખમી

^આહાઇવે પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરથી ખાડા ઉંડા થઇ રહ્યા છે. વાહન ચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે છે. જેથી સત્વરે ખાડા પૂરવામાં આવે જરૂરી છે. > જિતેન્દ્રભાઇવસાવે,વાહન ચાલક,પિંપરીપાડા

નાસરપુર પાસેથી પસાર થતો નિઝર-ઉચ્છલ હાઇવે બિસમાર

અન્ય સમાચારો પણ છે...