તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રાથમિક શાળા નવુંનેવાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ

પ્રાથમિક શાળા નવુંનેવાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર | નિઝરતાલુકાની નવુંનેવાળા પ્રાથમિક શાળામાં 5મી સપ્ટેમ્બરના રોજ ડૉ.સર્વપલ્લે રાધાક્રુષ્ણનની સ્મૃતિમાં એમના જન્મ દિવસ નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત ધો-1 થી 5ના બાળકો માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 58 બાળકોએ ભાગ લીધો હતો. સ્વચ્છતા પર આધારિત વિવિધ ચિત્રો રંગપૂરણી કરવામાં આવી હતી. 58 બાળકો પૈકી ચિત્રસ્પર્ધામાં પ્રથમ નંબર દર્શનાબેન સંદીપભાઈ પાડવી, દ્વિતીય નંબર કેશવભાઈ મનીષભાઇ પાડવી, તૃતીય વિવેક વિષ્ણુભાઈ પાડવી વિજેતા બન્યા હતા. પ્રસંગે અરવિંદભાઇ હુસેન પાડવી, જગદીશ વળવીના હસ્તે પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...