અકસ્માતને નોતરૂં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકરમુંડાતાલુકાનાં બેજ -બાલંબા ગામની સીમમાંથી પસાર થતાં ફુલવાડી સેલંબા રસ્તા પર ઘણા લાંબા સમયતી ગાબડું પડી જતાં બળદગાડા અને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. વાહન ચાલકોને મોટી દુર્ઘટના સર્જાય શકે છે. જેથી સમયસર ગાબડાની મરામત કરવામાં આવે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

કુકરમુંડા તાલુકાનાં બેજ અને બાલંબા ગામ પાસેથી પસાર થતાં ફુલવાડી - સેલંબા માર્ગ પાસે દસેક દિવસથી ગાબડું પડી ગયું છે. જ્યારે ગાબડું રસ્તાની વચ્ચોવચ હોવાથી વાહન ચાલકો તેમજ ખેતરો તરફ કાયમ અવર જવર કરતાં બળદગાડાઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે.રાતના સમયે ગાબડું નજરે આવે તો વાહન ચાલકો જોડે મોટી દુર્ઘટના સર્જાય શકે છે. જો સમયસર ગામડાનું મરામત કરવામાં આવે તો કોઇ દિવસે નિર્દોષ- માસુમને જાન ગુમાવી પડી શકે છે. જેથી તંત્ર તાત્કાલીક ગાબડાંનુ મરામત કરાવે એવી માંગ સ્થાનિકો અને વાહન ચાલકો કરી રહ્યા છે.

ફુલવાડી ગામથી ઇંટવાઇ સુધીના ગામોની પ્રજા માટે વર્ષ 2014-15 માં 8 કરોડ રૂપિયાના રસ્તો બનાવવા મંજૂરી મળી હતી. રસ્તાની અડધી કામગીરી પુરી થઈ ગઇ છે જ્યારે અડધી કામગીરી બાકી છે.જ્યારે રસ્તો બનાવવાની કામગીરી પુરી કરવામા આવી નથી ત્યારે રસ્તા પર ગાબડું પડી ગયું છે.

બેજ બાલંબા રોડ પર માર્ગની વચ્ચોવચ પડેલુ મસમોટું ગાબડુ.

બેજ-બાલંબા માર્ગની વચ્ચે મોટા ગાબડાથી ભય

અન્ય સમાચારો પણ છે...