તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિઝર |નિઝર તાલુકાનાં સાયલા ગામની પ્રાથમિક શાળામાં બુધવારના રોજ સ્વચ્છતા

નિઝર |નિઝર તાલુકાનાં સાયલા ગામની પ્રાથમિક શાળામાં બુધવારના રોજ સ્વચ્છતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર |નિઝર તાલુકાનાં સાયલા ગામની પ્રાથમિક શાળામાં બુધવારના રોજ સ્વચ્છતા અને સામાજીક સમરતા કાર્યક્રમ હેઠળ ગામમાં સ્વચ્છતા લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અને સામાજીક સમરતા કાર્યક્રમ હેઠળ નિઝરના સાયલા ગામની પ્રાથમિક શાળા દ્વારા બુધવારના રોજ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન પ્રાથમિક શાળાથી ગ્રામ પંચાયત સુધી કરાયું હતું. "ગામની આબરૂ, ઘર ઘર જાજરૂ જેવા સુત્રોચ્ચારો સાથે રેલી કાઢીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. રેલીનો મુખ્ય ઉદેશ ગામમાં સ્વચ્છતા રાખવા, ઘર ઘર શૌચાલયોનું નિર્માણ કરવું તેમજ ઘરમાં ચોકસાઈ રાખવા અંગે ગ્રામજનોને એક પહેલ કરવામાં આવી હતી. સ્વચ્છતા કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય પિનેશભાઇ વસાવે,શિક્ષકગણ તેમજ ગામનાં વડીલો જોડાયા હતા.

નિઝર તાલુકમાં સ્વચ્છતા-સામાજિક સમરસતા કાર્યક્રમનું આયોજન

અન્ય સમાચારો પણ છે...