• Gujarati News
  • ડાબરીઆંબા ગામનાં ગરનાળા પર પુલ બનાવવાની માગણી

ડાબરીઆંબા ગામનાં ગરનાળા પર પુલ બનાવવાની માગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકરમુંડાનાગંગથા ગામ અને ડાબરીઆંબા ગામ વચ્ચેના રસ્તા પર આવતા ગરનાળા પર પુલ હોવાથી અવર જવર કરતા આજુબાજુના ગ્રામજનો તેમજ એસ .ટી બસ અને ખાનગી વાહનચાલકોએ ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે. દર ચોમાસાના સમયે વરસાદી પાણીથી ગરનાળામાં પાણીનું સ્તર ઉંચુ આવી જાય છે જેનો વાહન-વ્યવહાર અસર થવાથી વાહન વ્યવહાર ઠપ થઇ જાય છે. જેથી જરૂરી કામ માટે જતા મુસાફરોએ સાત કિ.મી આવેલ મહારાષ્ટ્રના અક્કલકુવા પરથી ફરીને જવુ પડે છે.

ડાબરીઆંબા ગામના ગરનાળાની લંબાઇ 50 મીટરની છે. જ્યારે ઉંડાઇ 20 ફૂટની છે. જેથી રાત્રીના સમયે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો દેખાતા હોવાથી અકસ્માતો સર્જાતા રહે છે . ડાબરીઆંબા ગામના માર્ગ પરથી પસાર થતા ગરનાળા કાયમ માટે અવર જવર કરતા ખાનગી વાહનો, સરકારી બસ તેમજ રાહદારીઓને ચોમાસાના સમયે હાલાકી વેઠવી પડે છે. ચોમાસાની ઋતુંમાં ગરનાળામાં વરસાદના પાણીનો ભરાવો થઇ જાય છે. જેથી એક, બે મહિના વાહન વ્યવહાર ઠપ થઇ જાય છે. જેના કારણે અભ્યાસ અર્થે જતા વિઘાર્થીઓ, ધંધારીઓ અને નોકરીયાતો સાત કિ.મી આવેલ મહારાષ્ટ્રના અક્કલકુવા પરથી ફરીને જવું પડતું હોય છે. આથી સમયસર પહોંચી શકતા નથી. જ્યારે આજ વિસ્તારના તાલુકા પ્રમુખ કાયમ માટે રસ્તાનો સાહારો લે છે. જ્યારે ટૂંક સમયમાં ફુલવાડી ગામથી ઇંટવાઇ ગામ સુધી 8 કરોડ રૂપિયાનું રસ્તો બનાવવામાં આવસે. જો ગરનાળા પર પુલ બાધવામાં આવે તો જે માર્ગ બનાવવામાં આવશે તે ચોમાસાના સમયે વરસાદી પાણીના ભરાવાના કારણે ધોવાણ થઇ જશે. જેથી સ્થાનિકોને ઉગ્રરોષ ઠાલવી રહ્યાં છે.

ગ્રામજનો અને વાહનચાલકોને ઘણી મુશ્કેલી