ભીલોડમાં અઢી વર્ષની દીપડી પાંજરે પુરાતા લોકોને હાશકારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાનાંભીલોડ ગામે હર્ષદભાઈ પટેલના ખેતરમાં દીપડાના પંજા અને ઘણી વખત દીપડો જોવા મળ્યો હતો.તેના આધારે વન વિભાગ નેત્રંગને લેખિત અરજી આપતા બે દિવસ પહેલા વન વિભાગે પાંજરું મૂક્યું હતું. શિકાર માટે મરઘો મૂક્યો હતો. જેમાં રાત્રિના કોઈ પણ સમયે દીપડી શિકારને જોઇ લાલચમાં પાંજરે પુરાઇ ગઇ હતી.આ દીપડીને નેત્રંગ વન વિભાગે રેંજ ફોરેસ્ટ કચેરીએ લાવી તપાસ કરતાં આશરે અઢી વર્ષની દીપડી હોવાનું માલૂમ પડ્યું હતું॰આ અગાઉ પણ આવી ઝનૂની દીપડી ભીલોડથી ઝડપાઇ હતી. હાલ બે મહિના પહેલા જબુગામ ગામે રસ્તે કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી ગયેલા ઇજાગ્રસ્ત દીપડો મળી આવ્યો હતો.આ દીપડાની ચિકિત્સા અને દેખભાળ કરી બેભાન અવસ્થામાંથી સ્વસ્થ બનાવી દીધો છે.હાલ દીપડાને આંખે દેખાતું નથી એટલે તેને હવે ગુજરાતનાં કોઈ પણ ઝૂમાં મૂકવા વન વિભાગ દ્વારા તજવીજ હાથ ધરાય છે.થોડા સમય પહેલા દીપડાએ દેખા દેવાની જાણ થતાં નેત્રંગ વન વિભાગ દ્વારા ભીલોડના વિરેન્દ્રસિંહ સુરતીયાના ખેતરમાં શિકાર સાથે પાંજરું મૂક્યું હતું.વહેલી સવારે વન વિભાગ નેત્રંગના આરએફઓ એન.બી.વસાવાને જાણ થયેલ કે ભીલોડ ગામે મૂકેલા પાંજરામાં દીપડો પુરાયો છે. જેની જાણ થતાં આરએફઓ તેના સ્ટાફ સાથે ભીલોડ દોડી જઇ પાંજરાને નેત્રંગ વન વિભાગની કચેરીએ લાવ્યા હતા. દીપડો પકડવા મરઘુ મૂકેલું હતું. ભૂખ્યો દીપડો શિકારની લ્હાયમાં શિકાર પકડવા અંદર જતાં પુરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...