તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેગા મેડીકલ કેમ્પનો 427 દર્દીઓએ લાભ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલીયાતાલુકા હેલ્થ કચેરી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર સંમેલન અને મેગા હેલ્થ ચેક અપ કેમ્પ કરવામાં આવ્યો હતો.કેમ્પ દરમ્યાન 427 દર્દીઓને તપાસી જરૂરી નિદાન કરવામાં આવ્યું હતું.

વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઇ વસાવા અને નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઇ વસાવાએ દીપ પ્રાગટ્ય કરી મેગા હેલ્થ ચેક અપ કેમ્પ અને આશા વર્કર સંમેલન ખુલ્લુ મૂક્યું હતું.આ કેમ્પમાં નેત્રંગ અને વાલીયા તાલુકાનાં કુલ 437 જેટલા દર્દીઓએ તેમના આરોગ્યની તપાસ કરાવી હતી.

તપાસમાં સરવાઈકલ કેન્સરના -06,હ્રદયના રોગ 06,પેપ સ્મિયર 06,આંખની તકલીફના દર્દી 28,સિકલસેલના દર્દી 37,કુપોષણ બાળકો 01 અને 48 દર્દીઓની લેબોરેટરીની તપાસ કરવામાં આવી હતી તેમજ અન્ય સામાન્ય પ્રકારના દર્દીઓ હતા.ડો.એ.એન.સિંઘ ટીએચઓ વાલીયા,ડો.એ.કે.કટારા સુપ્રિટેન્ડેન્ટ સી.એચ.સી.વાલીયા તેમજ આરોગ્ય વિભાગના સંપૂર્ણ સ્ટાફ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો