પીંગોટના સરપંચ તથા તલાટી વિરૂધ્ધ ટીડીઓને ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગતાલુકાના પીંગોટી ગામના સરપંચ તથા તલાટી વિરૂધ્ધ ડે. સરપંચ તથા 4 વ્યક્તિએ ગામલોકો પાસે ખોટી રીતે સહીઓ કરાવાનો આરોપ સાથે ટીડીઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

પીંગોટના સરપંચ અનિલ વસાવા અને તલાટી તેની વિરુદ્ધ પેનલમાંથી ચુંટાયેલા ડે.સરપંચ અને ચાર સભ્યોને ડરાવી ધમકાવી કોરા ઠરાવ બુકમાં સહી નહી કરો તો ગેરહાજર બોલાવી સસ્પેન્ડ કરીશું. અત્યાર સુધીની દરેક સામાન્ય સભામાં ઠરાવ સાદી ચોપડીમાં લખવામાં આવે છે. ડે. સરપંચ અને ચાર સભ્યોને જાણ કર્યા વિના નાણાં લેવડ-દેવડની સમિતિ સરપંચ અને તલાટીએ ઠરાવ કર્યા વગર નિમણૂક કરી દીધેલ છે. આવા અન્ય 6 મુદ્દાઓને લઈ નેત્રંગ તાલુકા પંચાયતના ટીડીઓને લેખિતમાં યોગ્ય કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી છે.

સરપંચે ચુંટણીની અદાવત ...અનુસંધાન પાના નં.2

ડે. સરપંચ અને ચાર સભ્યોની નિષ્પક્ષ સભા યોજવા માંગ

મનસ્વી રીતે નિર્ણય લેતા હોવાનો આક્ષેપ કરાયો

અન્ય સમાચારો પણ છે...