ખોખરાઉમર ગામે ઘરફોડ ચોરીમાં પાંચ તસ્કરો ઝડપાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેડીયાપાડાતાલુકાના ખોખરાઉમર ગામે પાંડુરી માતા સોસાયટીમાં મકાન ધરાવતા રામજીભાઇ વસાવાના મકાનમાં ચાર-પાંચ દિવસ પહેલા તસ્કરો મકાનનો નકુચો તોડી ઘરમાં ઘુસી ~27,500થી વધુની ઘર-સામાન ટી.વી, હોમ થીયેટર, મોબાઇલ ચાંદીની હાંસડી, સોનાનો દોરો,સોનાની બુટ્ટીનો મુદ્દા માલ ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.

ચોરી સંદર્ભમાં પોલીસ ફરીયાદ રામજીભાઇ વસાવાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ડેડીયાપાડા PSI તથા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલીક ખાનગી રાહે તપાસ કરી રહયાં હતાં. તે દરમિયાન માહિતી મળેલ કે ડેડીયાપાડાના સામોટ ગામનો કિશન વસાવા ચોરીનો સમાન લઇ સહ આરોપીઓને આપવા જઇ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નેત્રંગના ફુલવાડી ચોકડી પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બરસિંગ ઉર્ફે ભરત રતન સિંગ વસાવા રહે. ઝાસપોર, અરૂણ ધર્મેદ્ર વસાવા રહે. રાઠવાને ઝડપી પૂછપરછ કરતાં અન્ય આરોપીઓ સુનિલ વસાવા તથા અનિલ વસાવા બંને રહે. નિવાલ્દાઓને પણ ઝડપી લીધાં હતાં. તસ્કરો પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે તસ્કરોના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

બંધ મકાનમાંથી ~27 હજાર ઉપરાંતની ચોરી થઇ હતી

અન્ય સમાચારો પણ છે...