ખોખરાઉમર ગામે ઘરફોડ ચોરીમાં 5 તસ્કરો ઝડપાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેડીયાપાડાતાલુકાના ખોખરાઉમર ગામે બંધ મકાનમાં થયેલી 27 હજાર રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખી 5 તસ્કરોને ઝડપી પાડયાં છે. પોલીસે તસ્કરોના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ખોખરા ઉમર ગામ ખાતે પાંડુરી માતા સોસાયટીમાં મકાન ધરાવતા રામજીભાઇ મુળજીભાઇ વસાવાના મકાનમાં ચાર-પાંચ દિવસ પહેલા તસ્કરો મકાનનો નકુચો તોડી ઘરમાં ઘુસી રૂપિયા 27 હજારથી વધુની ઘર-સામાન ટી.વી ,હોમ થીયેટર ,મોબાઇલ ચાંદીની હાંસડી,સોનાનો દોરો,સોનાની બુટ્ટી મળી કુલ 27 હજાર પાંચસોનો મુદ્દા માલ ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.

ચોરી સંદર્ભમાં પોલીસ ફરીયાદ રામજીભાઇ વસાવાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ડેડીયાપાડા પીએસઇ એસ.જે.બારીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલીક ખાનગી રાહે તપાસ કરી રહયાં હતાં. તે દરમિયાન માહિતી મળેલ કે ડેડીયાપાડા તાલુકાના સામોટ ગામનો કિશન વસાવા ચોરીનો સમાન લઇ સહ આરોપીઓને આપવા જઇ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નેત્રંગના ફુલવાડી ચોકડી પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બરસિંગ ઉર્ફે ભરત રતન સિંગ વસાવા રહે. ઝાસપોર તા.ઝગડીયા, અરૂણ ધર્મેદ્ર વસાવા રહે. થવાનાઓને ઝડપી લીધાં હતાં. તેમની પૂછપરછ કરતાં અન્ય આરોપીઓ સુનિલ હાંદીયા વસાવા તથા અનિલ નારસિંગ વસાવા બંને રહે. નિવાલ્દાઓને પણ ઝડપી લીધાં હતાં. તસ્કરો પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરફોડ ચોરીમાં પોલીસે પાંચ તસ્કરોને ઝડપી પાડયાં છે. તસવીર-મનીષપટેલ

પોલીસે તસ્કરોના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

બંધ મકાનમાંથી ~27 હજાર ઉપરાંતની ચોરી થઇ હતી

અન્ય સમાચારો પણ છે...