તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેડીયાપાડાના ખોખરાઉમરમાં ઘરફોડ ચોરીમાં 5ની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેડીયાપાડાતાલુકાના ખોખરાઉમર ગામે બંધ મકાનમાં થયેલી ~27 હજારની ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી 5 તસ્કરોને ઝડપી પાડયાં છે. પોલીસે તસ્કરોના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ખોખરા ઉમર ગામે પાંડુરી માતા સોસાયટીમાં મકાન ધરાવતા રામજીભાઇ વસાવાના મકાનમાં ચાર-પાંચ દિવસ પહેલા તસ્કરો ઘરમાં ઘુસી ~27 હજારથી વધુની ઘર-સામાન ટી.વી, હોમ થીયેટર , મોબાઇલ ચાંદીની હાંસડી,સોનાનો દોરો,સોનાની બુટ્ટી મળી કુલ ~27,500નો મુદ્દા માલ ચોરી કરી ગયા હતાં. પોલીસ ફરીયાદ રામજીભાઇ વસાવાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. માહિતી મળી હતી કે, દેડિયાપાડાના સામોટ ગામનો કિશન વસાવા ચોરીનો સમાન લઇ સહ આરોપીઓને આપવા જઇ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નેત્રંગના ફુલવાડી ચોકડી પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બરસિંગ ઉર્ફે ભરત રતન સિંગ વસાવા રહે. ઝાસપોર તા.ઝગડીયા, અરૂણ ધર્મેદ્ર વસાવા રહે. થવાનાઓને ઝડપી લીધાં હતાં. પૂછપરછ કરતાં અન્ય સુનિલ હાંદીયા વસાવા તથા અનિલ નારસિંગ વસાવા બંને રહે. નિવાલ્દાઓને પણ ઝડપી લીધાં હતાં.

ઘરફોડ ચોરીમાં પોલીસે પાંચ તસ્કરોને ઝડપી પાડયાં છે. તસવીર-મનીષપટેલ

પોલીસે તસ્કરોના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

બંધ મકાનમાંથી ~27 હજાર ઉપરાંતની ચોરી થઇ હતી

અન્ય સમાચારો પણ છે...