• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Netrang
  • નેત્રંગ ગ્રામ પંચાયતે વિકાસ કામોમાં કરેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ શરૂ

નેત્રંગ ગ્રામ પંચાયતે વિકાસ કામોમાં કરેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરવામાં આવી છે. મહીલા ડેપ્યુટી સરપંચે તલાટી કમ મંત્રી વિરૂધ્ધ બારોબાર કોન્ટ્રાકટ આપી દેવા સંદર્ભમાં ડીડીઓ સહીતના અધિકારીઓને ફરિયાદ કરી હતી.

ડે. સરપંચ ઇન્દુબેન સોરઠીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી અંબુભાઇ પ્રજાપતિ અને નંદાબેન વસાવા છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવે છે.તેમના સમયમાં થયેલાં સરકારી કામોમાં હલકી ગુણવત્તા વાળું મટિરિયલ વાપરી નાણાં ચાઉ કરી ગયા છે.વિકાસના કામોના હિસાબોમા વાઉચરો ખોટા મૂકી ગેરરીતિ કરેલ છે.ઘણા કામોના સાદા ચેકો અને રોકડ વ્યવહાર નાણાકીય ગેરરીતિ માટે કરેલ છે.શૌચાલયની ગ્રાન્ટ નાખ્યા વગર બારોબાર ગ્રાન્ટ ઉપાડી કોંટ્રાકટરોને આપી મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે.વધુમાં હરીજન સફાઈ કામદારો પાસે ખોટા વાઉચરો પર સહી કરાવી ખોટા રૂપિયા ઉપાડી લીધા છે.ઘણી જગ્યાએ કામો કર્યા નથી તેવા અન્ય સ્થળના ફોટા પાડી આવાસો-શૌચાલયો બનાવ્યાં વગર સરકારી નાણાનો દુર્વ્યય કર્યો હોવાનો પણ આક્ષેપ થયો છે.નેત્રંગના ટીડીઓ જી.એ.આડમારે જણાવ્યું હતું કે, તલાટીઓ વિરુદ્ધ મહિલા ડેપ્યુટી સરપંચે ડીડીઓને રવાના કરી છે.

વહીવટ તથા કોન્ટ્રાકટમાં તલાટીઓએ ગોબાચરી કરી હોવાનો આક્ષેપ

મહિલા ડેપ્યૂટી સરપંચે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી

અન્ય સમાચારો પણ છે...