તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Netrang
 • નેત્રંગમાં ગેરકાયદે ફનપાર્ક બાબતે જમીન માલિકની ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગમાં ગેરકાયદે ફનપાર્ક બાબતે જમીન માલિકની ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગડેડીયાપાડા રોડ પર આવેલ અલમાવાડી વિભાગ જંગલ કામદાર સહકારી મંડળી અને ડાહ્યાભાઇ પરમારની જમીન બીનખેતીની આવેલ છે.જેમાં ઘણા સમયથી મંડળી અને ડાહ્યાભાઇ પરમારનો વિવાદ ચાલી રહ્યો છે. જમીનમાં ફનપાર્ક ચાલુ કરવામાં આવતાં માલિકની ફરિયાદને આધારે મામલતદારે પોલીસને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

વિવાદિત જમીનમાં હોળીના દિવસથી ફન પાર્ક મેળો કોઈ ઇસમે જમીન માલિકની પરવાનગી કે મામલતદાર કચેરી,પોલીસ સ્ટેશન,ડીજીવીસીએલ કે અન્ય જે પણ પરવાનગી લેવાની થતી હોય તે લીધા વગર રોજ રાત્રે ગેરકાયદેસર ચાલુ કરતાં તેના વિરુદ્ધ નેત્રંગ મામલતદાર દ્વારા નેત્રંગ પોલીસ સ્ટેશનને ઓર્ડર કર્યો છે.

નેત્રંગ ખાતે બ્લોક નં.4/1/1 વાળી બીનખેતીની જમીન અલમાવાડી મંડળીની માલીકીની છે.જેનું ક્ષેત્રફળ 43700 ચો.મીટર છે. તેમાથી 22093 ચો.મીટર જમીન ડાહ્યાભાઇ પરમારએ જાહેર હરાજીથી વેચાણ રાખેલ હોવાનું તેમણે મામલતદાર નેત્રંગ અરજીમાં જણાવ્યું છે. જે જગ્યાએ જમીન માલિકની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી ફનપાર યોજવાના નામે પતરાની આડસો કરી દુકાનો અને ચગડોળ જેવી ઘણી રાઈડો ઊભી કરી શરૂ કરી દેવામાં આવ્યું છે.જેમાં માલિકને ફરિયાદને આધારે મામલતદારે પોલીસ તપાસ કરવા આદેશ કર્યા છે.

વિવાદિત જમીનમાં માલિકની પરવાનગી વગર ફનપાર્ક મેળો યોજાયો

મામલતદારે નેત્રંગ પોલીસને કાર્યવાહી કરવા આદેશ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો