તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિવાઇડર પર ટેન્કર ચઢાવી દેનારની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદનીઅમુલ દૂધ ડેરીમાંથી ટેન્કર લઈને મહારાષ્ટ્ર ગયેલાં ટેન્કર ચાલક રમેશ સુદામા રાજાવર મૂળ રહે. ચૈવેપુરગાંવ યુ.પી. હાલ રહે આણંદનાઅે મહારાષ્ટ્ર ખાતે ટેન્કર ખાલી કરી પરત આણંદ જઇ રહ્યો હતો.

દરમિયાન તેણે દારૂનો નશો કરી નશો કરેલી હાલતમાં તેનું ટેન્કર પુરપાટ ઝડપે હંકારી જતી વેળાં નેત્રંગ ચાર રસ્તા નજીકના ડિવાઇડર પર પોતાનું ટેન્કર ચઢાવી દઇ અકસ્માત કર્યો હતો. જેમાં તેણે માર્ગ અને મકાન વિભાગે મૂકેલા શાઈન અને ડિવાઇડરને તોડી નાખી ભારે નુકશાન કર્યું હતું. ત્યારબાદ ટેન્કરને ડિવાઇડર પરથી બહાર કાઢવા જેસીબી બોલાવી ડિવાઇડર ફરીથી તોડી સાંકળ વડે બાંધી ખેંચી બહાર કાઢવામાં આવી હતી. બનાવને પગલે નેત્રંગ પોલીસ મથકે તેની સામે સરકારી માલસામાનને નુકશાન પહોંચાડવા સબબની ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો