• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Netrang
  • નેત્ર નિદાન | ઝઘડિયા નેત્ર નિદાન કેમ્પમાં જરૂરીયાત મુજબ દર્દીઓને દવા તેમજ ચશ્મા વિતરણ કરાયું

નેત્ર નિદાન | ઝઘડિયા નેત્ર નિદાન કેમ્પમાં જરૂરીયાત મુજબ દર્દીઓને દવા તેમજ ચશ્મા વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડિયાનાસેવારૂરલ અને બેંક ઓફ બરોડા ઝગડિયાના સંયુકત ઉપક્રમે રાહત દરે આંખ તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પ માં ઝગડિયા તાલુકા સહિત વાલીયા, નેત્રંગ તાલુકાના 252 જેટલાં દર્દીઓએ લાભ લીધો હતો.

ઝઘડિયા સેવારૂરલ હોસ્પિટલ તેમજ બેન્ક ઓફ બરોડા દ્વારા યોજવામાં આવેલાં નેત્ર નિદાન કેમ્પમાં આંખના સર્જન દ્વારા આંખની તપાસણી કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આંખની તપાસમાં જે દર્દીઓને આંખે ઝાંખ વળતી હોય, લાલ રહેતી હોય, મોતીયા હોય તેવા દર્દીઓને વઘુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કેમ્પમાં 252 આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.

જેમાંથી ઓપરેશનના દર્દી 23 આંખના અને ઓ.પી.ડી ના 142 દર્દી રીફર દર્દી 39 ચશ્મા વિતરણ 48 કેમ્પ બેંક ઓફ બરોડા ના બ્રાન્ચ મેનેજર દિનેશભાઇ રોહિત ના હસ્તે દીપ પાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ઝગડીયા સેવારૂરલ તથા બેંક ઓફ બરોડા ના કર્મચારી પણ હાજર રહયા હતા

કેમ્પમાં દર્દીઓને જરૂરીયાત મુજબ દર્દીઓને દવા તેમજ ચશ્માનું વિતરણ કરાયું

ઝઘડિયા સેવા રૂરલ તથા બેન્ક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. તસવીર- મુકેશ શાહ

નેત્ર નિદાન કેમ્પમાં 252 દર્દીઓએ લાભ લીઘો

અન્ય સમાચારો પણ છે...