તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગમાં સારસાપુરી જતાં સંઘનું સ્વાગત કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારાથીકૈવલ સંપ્રદાયના અનુયાયીઓ દર વર્ષે સારસાપુરી ખાતે ચાલીને પગપાળા સંઘ કાઢવામાં આવે છે જેનું આજરોજ નેત્રંગમાં આગમન થતાં ગુરુ પરિવારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.નેત્રંગ જીન બજાર ખાતે પગપાળા સંઘને આશ્રય અને ભોજન પ્રસાદી કરાવામાં આવી હતી.

વ્યારાથી બે દિવસ પહેલા નીકળેલો સંઘ નેત્રંગ, રાજપારડી, ઉમલ્લા, અસા, નર્મદા નદી પાર કરી સામે પાર માલસર,સાધલી થઈ સારસાપુરી કુલ 220 કિમીનું અંતર પગપાળા કાપશે.આ પગપાળા સંઘમાં કુલ 115 જેટલા કૈવલ સંપ્રદાયના અનુયાયીઓ જોડાયા છે.જેમાં ગુંદિયા ગામેથી ચતુરભાઈ ચૌધરીએ સંઘના મુખ્ય વડાની જવાબદારી લીધી છે. પગપાળા સંઘનું પાંચમું વર્ષ છે. પગપાળા સંઘનો મુખ્ય હેતુ જ્ઞાન સંપ્રદાયના સ્થાપક પરમ ગુરુ કરુણાસાગરજી મહારાજ જાંબુ દ્વીપમાં માનવને જ્ઞાન થકી કૈવલ કર્તાના સાચા લક્ષને લોકો સુધી કૈવલજ્ઞાનનું પ્રચાર કરવા પરમ ગુરુએ જંબુ દ્વિપમાં 1829માં કાસોર ગામમાં પ્રગટ થઈ અને સારસાપુરીમાં બિરાજયા 105 વર્ષ ધ્યાન જીવન જીવી કૈવલ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો અને બ્રહમલીન થયા બાદ સમાધી લીધી.

કૈવલ્ય જ્ઞાનનો પ્રચાર કરવા ભક્તો શ્રદ્ધા જોડાયાં

વ્યારાથી પાંચમા વર્ષે પગપાળા સંઘ નીકળ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો