• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Netrang
  • ટીમરોલીયા ગામ પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી 8 લાખના સમાનની ચોરી

ટીમરોલીયા ગામ પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી 8 લાખના સમાનની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગ તાલુકામાં અાવેલાં ટીમરોલીયા ગામ પાસે એક ટ્રક ચાલકે તેની ટ્રકનું ક્લચ પેન્ડલ તુટી જતાં રોડની સાઇડમાં ટ્રક ઉભી રાખી હતી. દરમિયાન રાત્રીના સમયે અન્ય એક ટ્રકમાં સવાર તસ્કરોએ તેની ટ્રકની તાડપત્રી - દોરાડાં કાપી અંદરથી કુલ 8 લાખની મત્તાનો સામાન ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં.

સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ પર રહેલો પ્રવિણ મગન બદ્રકિયા રાજકોટથી પુના સામાન ભરેલી ટ્રક લઇને જઇ રહ્યાં હતાં. દરમિયાન નેત્રંગ ડેડિયાપાડા રોડ પર આવેલાં ટીમરોલીયા ગામ પાસે અચાનક તેમની ટ્રકનું ક્લચ પેન્ડલ તુટી જતાં તેમણે રોડની સાઇડમાં પોતાની ટ્રક ઉભી કરી હતી. દરમિયાન રાત્રે તેઓ ટ્રકમાં સુઇ જતાં રાત્રીના બે અઢી વાગ્યાના અરસામાં ટ્રકમાંથી તેમને અવાજ આવતાં તેઓએ ડ્રાઇવર કેબીનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં ટ્રકની પાછળથી અન્ય એક ટ્રક ત્યાંથી સ્પિડમાં નેત્રંગ તરફ ભાગી ગઇ હતી. તેમણે તપાસ કરતાં ટ્રકમાંથી એંજલ કંપનીની અલગઅલગ હોર્સપાવરના સબ મર્સીબ પમ્પ, નટ બોલ્ટ, પંપ કવર, બોડી, વેલ્ડિંગ કેબલ, વાલ તેમજ પુસ રોડ સહિત કુલ 8 લાખની મત્તાનો સામાન ચોરી થયો હતો. બનાવ સંદર્ભે તેમણે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...