તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Netrang
 • નિદાન કેમ્પ | તાલુકામાંથી 350 થી વધારે દર્દીઓએ લાભ લીધો, સંધિવાના સૌથી વધારે દર્દી નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિદાન કેમ્પ | તાલુકામાંથી 350 થી વધારે દર્દીઓએ લાભ લીધો, સંધિવાના સૌથી વધારે દર્દી નોંધાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગસામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારતીય તબીબી હોમીયોપેથી પદ્ધતિની કચેરી ગાંધીનગર જીલ્લા આયુર્વેદ વિભાગ,આયુર્વેદ દવાખાના, નેત્રંગ પોલીસ અને દૂધ ડેરી ચાસવડના સહયોગથી મફત સર્વરોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. તાલુકામાંથી 350 કરતાં વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. સૌથી વધારે સંધિવાના દર્દીઓ નોંધાયાં હતાં.

આયુર્વેદ કેમ્પમાં શરીરની તમામ બીમારી જેવીકે પેટના રોગો-અપચો, ગેસ, એસીડીટી, કબજીયાત, જૂનો મરડો, સ્ત્રીનાં રોગો- સફેદ પાણી પડવું, માસિકને લગતી તકલીફો, સાંધાના રોગો-સંધિવાત, કમરનો દુખાવો, ત્વચાના વિકારો-ખંજવાળ, ખરજવું, દાદર, જૂની બીમારીઓ ડાયાબીટીસ, જૂનો તાવ, શરદી, ખાસી, શ્વાસ વગેરે દર્દોનું મફતમાં નિદાન કરી તેની સારવાર કરી દવા આપવામાં આવી હતી.

નેત્રંગ સીએચસીના ડો.વિજય બાવીસકર,ડો.અશેષ પટેલ,મેડિકલ ઓફિસર ડો.રવીના વોરા ગાલીબા,ડો.રશ્મિ વાઘેલા ચિખલી,મુકેશ શાહ અને ઇન્દુબેન સોરઠિયા સહિતના મહેમાનોએ હાજર રહી કેમ્પને દર્દીઓ માટે ખુલ્લો મુકયો હતો. નેત્રંગ તથા આસપાસ આવેલાં ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ કેમ્પનો લાભ લેવા માટે ઉમટી પડયાં હતાં. આર્યુવેદના નિષ્ણાંત તબીબોએ 350 કરતાં વધારે દર્દીઓને તપાસી જરૂરી નિદાન કરી દવાઓ આપી હતી.

નેતંર્ગ CHCમાં આયુર્વેદીક નિદાન કેમ્પ યોજાયો

નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આયુર્વેદીક નિદાન કેમ્પનો તાલુકામાંથી 350 કરતાં વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો