તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રંગના ટીમલા ગામે નદી પરનું નાળુ જર્જરિત હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીમલા ગામથી આગળ કૂકડાકોતર જવાના રસ્તે સાકડું નાળુ તૂટી પડ્યા બાદ તેમાં મોટા મોટા પથ્થરો નાખી દેવાયા છે.ઝરણા ગુરુ દરબારમાં દર્શનાર્થે આવતા ભક્તોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. શણકોઈ ગામે બાલા હનુમાનજી મંદિરે આવતા ભક્તોનો હવે શ્રાવણ મહિનામાં ભારે ધસારો રહે છે તેમ છતાં રસ્તો અને તેના પર આવેલા નાળા વર્ષોથી બિસ્માર છે. રસ્તાઓ તથા નાળાઓના રીપેરિંગની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવે તે જરૂરી છે.ૈ

નેત્રંગ તાલુકાના નાળાં બિસ્માર હાલતમાં

નેત્રંગ તાલુકાનાં કાટીપાડા,ટીમલા અને ઝરણા ગામ વચ્ચેના નાળાઓ બિસ્માર થતાં અકસ્માતનો ભય સેવાઇ રહયો છે. તસવીર: અતુલ પટેલ

ચોમાસામાં ટીમલા,ઝરણા અને કુકડાકોતર ગામ સંપર્કવિહોણા થઇ રહયાં છે

વહેલી તકે રીપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગણી ઉભી થઇ છે

અન્ય સમાચારો પણ છે...