Home » Daxin Gujarat » Bharuch District » Netrang » Netrang - ચાસવડ પાસે ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માત ડીઝલ ન ઢોળાતા મોટી હોનારત અટકી

ચાસવડ પાસે ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માત ડીઝલ ન ઢોળાતા મોટી હોનારત અટકી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:10 AM

ટોકરી નદીના સાંકડા પુલને કારણે અકસ્માત સર્જાયો રોડ પર રેતી ફેલાતાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો

  • Netrang - ચાસવડ પાસે ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માત ડીઝલ ન ઢોળાતા મોટી હોનારત અટકી
    ચાસવડ ટોકરી નદીના સાંકળા પુલના કારણે ડીઝલ ભરેલા ટેન્કર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. સદનસીબે ટેન્કરમાંથી ડીઝલ નહિ ઢોળાતા મોટી હોનારત થતાં અટકી હતી. રેતી આખા રોડ પર પથરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

    સુરતના હજીરાથી ઈન્ડિયન ઓઈલ કંપનીનું ટ્રાન્સપોર્ટનું ટેન્કર 12,000 લીટર ડીઝલ ભરી નેત્રંગ તરફ આવી રહ્યું હતું. ચાસવડ ગામની ટોકરી નદીના પુલ પર બોડેલીથી રેતી ભરીને આવતું ડમ્પર પુર ઝડપે આવી જતા આ ટેન્કર અને ડમ્પર સાંકડા પુલ પર ભેગા થઈ જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં રેતી ભરેલ ડમ્પર પુલ પર પલ્ટી મારી જતા રેલીંગ પર લટકી પડ્યું હતું અને રેતી આખા પુલ પર વેરાય જતા આખો રોડ બંધ થઈ ગયો હતો. ડીઝલ ભરેલા ટેન્કરના ટાયર અને ટેન્ક સાથે ધસડાતા ટેન્કરના ટાયર ફાટી ગયા હતા અને ટેન્કને નુકશાન થયું હતું.કુદરતી સદનસીબે ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ નહિ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી અને 2 ડ્રાઈવર અને બે ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ