નેત્રંગ-રાજપીપળા હાઇવે પર ડુંગરના પથ્થરો પડતા ભય
નેશનલ હાઈવેના મજબુતીકરણનું કામ 2 વર્ષ પહેલા થયેલ હતું. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા સરકારના ટેન્ડર મુજબ ઉચ્ચા ટેકરા કટીંગ કરી ઢાળ આસરે 20 ફૂટ જેટલો નીચો કરવામાં આવ્યો હતો. છેલ્લા બે ચોમાસાથી ડુંગરાઓ પર વરસાદની સિઝનમાં પાણી અંદર ઉતરતા પથ્થરોમાં ફાટ પડતા ઘણી વખત તિરાડો મોટી થઈ જતાં શીલા રસ્તા પર ચાલતા વાહનો પર પડતી હોય છે. સત્વરે નેશનલ હાઈવે માર્ગ તથા મકાન વિભાગ આવા કાચા ડુંગરાઓને લોખંડની જાળીથી બાંધી નીચે પત્થર પડતાં અટકાવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે.
નેત્રંગથી રાજપીપળા નેશનલ હાઈવે 42 કિમી જેટલું અંતર છે. તેમાં મોવી, આંબલી, બોરીદ્રા, ચિખલી, ખૂંટાઆંબા તથા ખામર એમ ઘણી ...અનુસંધાન પાના નં.2
જગ્યાએ મોટા ઘાટ આવે છે. જ્યાં ભારદારી વાહનો ચડી નથી શકતા હોવાથી તેને કટીંગ કરી નીચા ઉતારવામાં આવેલા હતાં. રાત્રીના સમયે વાહન ચાલકોને સામેથી વાહનોની લાઈટ આંખમાં આવતા દેખાતા નથી જેને કારણે અકસ્માત સર્જાય છે. તેથી બાબતે તંત્ર જલ્દી પગલા લે તેવી વાહનચાલકોની માંગ છે.
ભારદારી વાહનો માટે ડુંગરા કાપી ઢાળને નીચો કરાયો
કાચા ડુંગરાઓને જાળીથી બાંધવામાં આવે તેવી માંગ