• Gujarati News
  • રેલીમાં જોડાનારા ચાલકોને હાડમારી

રેલીમાં જોડાનારા ચાલકોને હાડમારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલીમાં જોડાનારા ચાલકોને હાડમારી

રેલીના નિયમનમાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ નીવડી



ઝઘડિયા-વાલિયાનેત્રંગ ખાતે ભિલીસ્થાન વિકાસ મોરચા તેમજ જનતાદળ(યુ)ની સંયુકત રેલીમાં વાલિયા, ઝઘડિયા, રાજપારડી ખાતે હજારોની સંખ્યામાં બાઇકો તેમજ મોટરકારોના કાફલાને તથા રેગ્યુલર ટ્રાફિક નિયમમાં ઝઘડિયા,વાલિયા પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું હતુ.

બિસ્સા મુંડાની 139 મી જન્મ જયંતિ નિમિત્તે ભિલીસ્થાન વિકાસ મોરચા તેમજ જનાતદળ(યુ) દ્વારા જન અધિકાર રેલીનુ આયોજન કર્યું હતું. રેલીનો પ્રારંભ વાલિયાથી થયો હતો. જેમાં આશરે પાંચ હજારથી વધુ બાઇક તથા કારોનો કાફલો એકત્ર થતા પોલીસ તંત્રનો વાદળછાયા વાતાવરણમાં પરસેવો છુટી ગયો હતો. ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. વાલિયાના જીઈબી પાસે અને રાજપારડી ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમનનો અભાવ જોવા મળ્યો હતો. જેના પરિણામે ચક્કાજામ ઝઘડિયા ચાર રસ્તા ખાતે થયો હતો. પોલીસ બાબુઓ ટ્રાફિક નિયમન કરવાના બદલે અદબવાળી ગાડીઓમાં ગોઠવાયેલા નજરે ચઢતા હતા. લોકોના રોષનો ભોગ બન્યા હતાં. તંત્રની નિષ્કાળજીને પગલે રેલીમાં જોડાનારા તથા સામાન્ય વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી હતી.