• Home
  • Daxin Gujarat
  • Bharuch District
  • Netrang
  • Netrang - નેત્રંગના ભોટનગર બોડીયા ડુંગરના જંગલમાંથી યુવાનનું હાડપિંજર મળ્યું

નેત્રંગના ભોટનગર બોડીયા ડુંગરના જંગલમાંથી યુવાનનું હાડપિંજર મળ્યું

બે મહિના પહેલા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની શક્યતા તબીબને સ્થળ પર લઇ જઇને પોલીસે હાડકાના નમૂના લીધાં

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:00 AM
Netrang - નેત્રંગના ભોટનગર બોડીયા ડુંગરના જંગલમાંથી યુવાનનું હાડપિંજર મળ્યું
નેત્રંગ રાજપારડી રોડ પર ભોટનગર બોડીયા ડુંગરના જંગલમાં યુવાનનું હાડપીંજર મળી આવ્યું છે. આશરે બે મહિના પહેલા જંગલમાં કોતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ મોત વહાલું કરેલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે. પોલીસને જાણ થતા સ્થળ પર તબીબને લઈ જઈ નમૂનાઓ લઈ ફોરેન્સીક લેબ સુરતમાં મોકલી અપાયાં છે.

પ્રાથમિક તપાસમાં બોડીયા ડુંગરના જંગલમાં કોતર પર ઝાડ પર લટકી આશરે 25 થી 30 વર્ષના યુવાને ફાંસો ખાધેલ હોવાનું તારણ કાઢેલ છે.જંગલી જાનવરોએ આ લટકતી લાશને ખાય હાડકા વેરણ છેરણ કરી નાખ્યા હતા.આ જે જગ્યાએ ઘટના બની તે મુખ્ય રોડથી અંદર જંગલમાં 3 કિલોમીટર છે જયાં કોઈને દિવસે જવું હોય તો પણ ડર લાગે તેવી સ્થિતિ છે. ગોવાળીયાઓ ગાયો ચરાવવા જતા દુર્ગંધ મારતા કોતર નજીક જતા ઝાડ સાથે લટકેલા શર્ટ અને પેન્ટ હતા અને નીચે કોતરમાં માનવ શરીરના હાડકા અને ખોપડી પડેલી હતી. પીએસઆઈ કે.ડી.જાટએ મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. હાડકાના અવશેષોને તપાસ માટે સુરત એફએસએલમાં મોકલાયાં છે.

X
Netrang - નેત્રંગના ભોટનગર બોડીયા ડુંગરના જંગલમાંથી યુવાનનું હાડપિંજર મળ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App