• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Netrang
  • પ્રોત્સાહન | અવધુત પરિવારઅનુયાયીઓ દ્વારા નગરમાં બાઇક રેલી યોજવામાં આવી હતી

પ્રોત્સાહન | અવધુત પરિવારઅનુયાયીઓ દ્વારા નગરમાં બાઇક રેલી યોજવામાં આવી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીયામાં અવધૂત પરિવારના ઉપક્રમે ત્રિદલ જ્ઞાનયત્રનો બુધવારથી પ્રારંભ થયો છે. જેના ભાગરૂપ અનુયાયીઓએ મોટી સંખ્યામાં ધર્મધ્વજ ધારણ કરી કોસંબાથી વાલીયા સુધી મોટરસાયકલયાત્રા કરી હતી. જ્ઞાનયજ્ઞના મુખ્ય વકતા નિજાનંદજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાલીયા, માંગરોળ નેત્રંગ અને ઝગડીયા તાલુકામાં ચૈત્ર નવરાત્ર નિમિત્તે ચાલી રહેલા જ્ઞાનયજ્ઞમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજ રચિત ‘નામસુધારસ’ ભજનના હાર્દને ૩૧ માર્ચ સુધી રંગ ઉપવન વાલીયા ખાતે સ્વામી નિજાનંદજી સમજાવનાર છે.ગુડ્ડી પડવાના પર્વ નિમિત્તે અવધુતી યાત્રાનું કંટવા, મેરા, કરા, પણસોલી તથા કરસાડ અને વાલીયામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતુ કે, શાલીવાહન રાજાએ આક્રાંતાઓ સામે લડવા માટે માટીના સૈનિકોના પુતળા બનાવી તેમાં પ્રાણ પુર્યા હતા અને સૈન્યથી વિદેશી આક્રમણખોરોને હરાવ્યાં હતાં. યુવાનોને વેદ, ઉપનિષદ અને ભગવદગીતા જેવા ગ્રંથોમાં કહેવાયેલા ઉત્તમ ઉપદેશની યથાર્થ સમજ પ્રાપ્ત થાય તથા યુવાનોમાં સુસંસ્કારો નિર્માણ થાય તે માટે રંગ અવધૂત મહારાજનું સાહિત્ય અને તેમનો ઉપદેશ ઉત્તમ સાધન છે જેની સાચી સમજ મેળવવાનો જ્ઞાનયજ્ઞ પ્રયત્ન છે.

વાલીયામાં રંગ ત્રિદલ જ્ઞાન યજ્ઞ મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...