તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કમ્બોડિયા નજીક દારૂ ભરેલી સ્કોર્પીઓ જપ્ત

કમ્બોડિયા નજીક દારૂ ભરેલી સ્કોર્પીઓ જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગપોલીસે કમ્બોડિયા ચાસવડ ગામ વચ્ચેથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયોમાંથી ~ 25,2૦૦નો દારૂ અને ~ 2,50,000 ની કિંમતની સ્કોર્પિયો મળી કુલ ~2,75,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

નેત્રંગ પોલીસ નેત્રંગ ચાસવડ રોડ પર ઈદ નિમિતે પેટ્રોલીંગમાં હતી.દરમિયાનમાં કમ્બોડિયાથી ચાસવડ જવાના રસ્તે રોડની જમણી બાજુ એક શંકાસ્પદ હાલતમાં સ્કોર્પિયો ઉભેલી હતી.જેની નજીક પોલીસ જતા પ્રવીણ ઉર્ફે બટકો ગુલાબસિહ પાટણવાડીયા પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો.સ્કોર્પીઓમાં તપાસ કરતા વિદેશી દારૂના ક્વાટરિયાનાં બોક્ષ 9 માં બોટલ નંગ 432 જેની કીમત ~ 21,600 અને કિંગ ફિશર બીયર બોક્ષ ૩માં ૩૬ બોટલ મળી જેની કીમત ~3,600 અને સ્કોર્પીઓ ગાડી ~ 2,50,000મળી કુલ ~ 2,75,200 નો મુદ્દામાલ મળી આવ્યો હતો .બુટલેગર પ્રવીણ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.