• Gujarati News
  • યાલ ગામમાં ટ્રકની ટક્કરે 2 બાઇકસવાર યુવાનના મોત

યાલ ગામમાં ટ્રકની ટક્કરે 2 બાઇકસવાર યુવાનના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલીવાડાગામે લગ્નમાં જતાં એક બાઇક પર ચાર યુવાન મિત્રોની બાઇકને યાલ ગામે સામેથી પુરપાટ દોડી આવતી ટ્રકના ચાલકે અડફેટમાં લેતા અકસ્માત થયો હતો.અકસ્માતમાં બાઇક સવાર ચાર યુવાનોમાથી બે યુવાનોનું ઘટના સ્થળે મોત થયું હતું.અન્ય બે તેમના મિત્રોને સારવાર અર્થે રાજપીપળા સિવિલમાં લઈ જવાયા હતા.

ગતરોજ સાંજના કોલીવાડા ગામે લગ્ન હોય રાકેશ ચંદુ વસાવા તેના બનેવી ધર્મેશ વસાવાની બાઇક લઈ તેના મિત્રો રાજેશ,સંતોષ અને મંગા વસાવા સાથે સાંજના નીકળ્યા હતા.યાલ ગામ નજીક વણાક પર સામેથી આવતી ટ્રકના ચાલકે બાઇકને અડફેટમાં લેતા ચારેય યુવાનો રોડ પર પટકાયા હતા.આ ગંભીર અકસ્માતમાં રાકેશ વસાવા અને રાજેશ વસાવાને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું.તેના બે મિત્રો સંતોષ વસાવા અને મંગા વસાવાને રાજપીપળા સિવિલ લઈ જવાયા હતા.