તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢેબાર ગામે હત્યા પ્રકરણમાં આરોપીને ઝડપી પાડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેત્રંગનાઢેબાર ગામના વસંત રણછોડ વસાવાને તેના મિત્ર યોગેશની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાએ યોગેશ તેમજ વસંત વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો જે બાદ ગામમાં પંચાયત બોલાવી મામલામાં સમાધાન પણ થયું હતું. ઘટના બાદ યોગેશની પત્ની પણ તેની માં સાથે પિયર જતી રહી હતી. આમ યોગેશને તેની પત્ની પાછી ઘરે પરત નહીં આવતા વસંત પ્રત્યે રીશ હતી. દરમિયાન વસંત તેના ફળિયામાં આવેલા લક્ષ્મી માતાના મંદિરના ઓટલા પર સૂઈ ગયો હતો.અરસામાં યોગેશે તેના દાંપત્ય જીવનમાં તિરાડ ઉભી કરનાર વસંતનો કાંટો કાઢવાનો નિર્ણઇ કરી તે મંદિરના ઓટલા પર આવી ચઢ્યો હતો. તેણે કુહાડીના મુદર વડે નિંદ્રાધીન વસંતના માથામાં પાછળના ભાગે જોરથી ઘા કરતાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદમાં શકમંદ તરીકે યોગેશનું નામ આવતાં પોલીસે તેની શોધખોળ આદરી તેને ઝડપી પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો