તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડમ્પરની પાછળ બાઇક અથડાતાં યુવાનને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગનારાજપારડી ત્રણ રસ્તા નજીક ડમ્પરની પાછળ બાઇક ઘુસી જતાં યુવાનને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો છે. મોરિયાણા ગામે રહેતો કિશન અશોક વસાવા તેની હીરો હોન્ડા સ્પ્લેંડર પ્લસ બાઇક લઈ નેત્રંગ આવ્યો હતો.ખરીદી કરી પરત બાઇક લઈ કિશન ઘર જતો હતો તે અરસામાં હાઈસ્કૂલ પાસે રાજપારડી ત્રણ નજીક ડમ્પર રસ્તાની બાજુમાં ઊભેલું હતું.આ ડમ્પરના પાછળના ભાગે કોઈપણ ઈંડિકેટર,સાઇન બોર્ડ કે રેડિયમ પણ હતાં. બાઇક સવારને સામેથી આવતા વાહનની હેડ લાઇટ આંખમાં પડતાં આંખ અંજાય ગઈ હતી.આગળ ઊભેલું ડમ્પર નહીં દેખાતા પાછળથી બાઇક ધડાકાભેર અથડાઇ હતી. બાઇક ચાલક કિશન વસાવાને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં અને ઇજાગ્રસ્તને નેત્રંગ પીએચસી ખાતે ખસેડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો