તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવાપુરની રંગાવલી નદીમાં પુર, ભારે ખાના ખરાબી

નવાપુરની રંગાવલી નદીમાં પુર, ભારે ખાના ખરાબી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાએ15 દિવસનો બાદ પ્રારંભ સાથે નવાપુર અને ડાંગ જિલ્લામા જોરદાર વરસાદ થતા ત્રણ વર્ષ બાદ નવાપુર શહેરના રંગાવલી નદીમાં પુર આવ્યા હતા. કંરજી ઓવરા વિસ્તારના આવેલા મહાદેવ મંદિરમા પાણી ભરાઈ ગયા છે. સાથે સરકારી રેસ્ટ હાઉસ પછીના નદી નજીકના વિસ્તારના પાલિકા તંત્રને સતર્ક રહેવા જણાવેલ છે.

વરસદાથી ધરતીપુત્રોનાં ચહેરા પર ખુશી છવાઇ ગઇ છે. નવાપૂર શહેર અને તાલુકામાં રાત્રીથી દિવસ દરમિયાન 90-100 મિલિમીટર જેવો વરસાદ વરસી જતા વરસાદથી તમામ વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. અને અનેક ઘરોમાં પાણી ઘુસી ગયાની ફરિયાદો ઉઠી હતી. માત્ર ૧૨ કલાકમાં ભારે વરસાદથી જમીન-પાકનાં ધોવાણ સાથે ભારે ખાના ખરાબી સર્જાઇ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામા લગાતાર બીજી જોરદાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખેડૂતોઓમા આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસમા જિલ્લામા સૌથી વધુ વરસાદ નંદુરબાર અને નવાપૂર તાલુકાના થઈ છે. શહેરમાં આજે સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનું શરૂ થયુ હતુ. આજે નવાપૂર શહેરમાં સવારના સમયે મેઘાની પધરામણી થઇ હતી. સવારે વાગ્યાની આસપાસ નવાપૂરમાં કાળા ડિબાંગ વાદળો આકાશમાં ચઢી આવ્યા હતા. ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ હતી. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામા ગત દસ દિવસથી વરસાદ આવતા ખેડૂતોની ચિંતા વધી ગયેલી હતી. પણ બે દિવસમા જોરદાર વરસાદ વરસ્યો બાદ ખેડૂતોએમા આનંદ માહોલ જોવા મળ્યો છે. રંગાવલી નદી અક્કલકુવા તાલુકાના તાપી નદીમા મિલન થાય છે. ત્યારબાદ ઉકાઈ ડેમમા પાણી આવે છે.નાગપૂર સુરત હાઈવે ઉપર ટ્રાફિક જોરદાર વરસાદના કારણે જામ થઈ ગયો હતો. નવાપૂર શહેરના વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયો હતો. રંગાવલી નદીમા મોટા પ્રમાણમા પાણી આવતા શહેરનો વ્યાપાર ઠપ્પ થઈ ગયો હતો. શાકભાજી વ્યાપારી વર્ગનો વેચાણ મોટી મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે ખેડૂતો વ્દારા સમાધાન વ્યક્ત કરવામા આવી રહ્યો છે.

ભારે વરસાદને પગલે નવાપુરની રંગાવલી નદીમાં પૂર, સ્થાનિક તંત્ર દ્વારા નદી નજીકના વિસ્તારના પાલિકા તંત્રને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.

નવાપુર શહેર રંગાવલી નદી કિનારે રહેનાર લોકોઓ માટે સતર્ક રહેવા જણાવેલ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આગામી સમયે જોરદાર વરસાદ થવાની આગાહી કરી છે. માટે નવાપુર નગર પાલિકા પ્રશાસન વ્દારા શહેરમા રીક્ષાઓ ફેરવીને સતર્ક રહેવાનો ઇશારો આપ્યો છે.

પાલિકા તંત્રએ સતર્ક રહેવાનો ઇશારો કર્યો

નવાપુર અને ડાંગ જિલ્લામા જોરદાર વરસાદ, કંરજી ઓવરાના મહાદેવ મંદિરમા પાણી ભરાઈ ગયા

મેઘરાજાએ 15 દિવસના વિરામ બાદ ફરી ધમાકેદાર ઈનિંગ શરૂ કરતા સર્વત્ર પાણી-પાણી

અન્ય સમાચારો પણ છે...