તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | 3 ડિસેમ્બરથી શરૂ થનારા દેશના અગ્રણી મેળામાં લાખો લોકો મુલાકાત લે તેવી શક્યતા, મેળા

ભાસ્કર િવશેષ | 3 ડિસેમ્બરથી શરૂ થનારા દેશના અગ્રણી મેળામાં લાખો લોકો મુલાકાત લે તેવી શક્યતા, મેળામાં ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર છબીઓ કંડારશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્યના અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના સારંગખેડાગામે આવેલા દેશ પ્રખ્યાત ઘોડા બજાર હવે હાઈટેક સાથે આકર્ષક કરવાનો આયોજકોનો પ્રયત્ન ચાલી રહ્યો છે. વર્ષે મેળામાં લુક ઐતિહાસીક બનાવી રહ્યા છે. ઘોડા મેળાનો મુખ્ય ગેટ કિલ્લા જેવા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. વર્ષે મેળામાં ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર કાત્યા દ્રુઝ આવવાના સમાચારથી લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

શહાદા તાલુકાના સારંગખેડા ગામે એક મુખી દત્ત મંદિર ખાતે દત્ત જયંતી નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન થાય છે. મેળો 3 ડિસેમ્બરથી શરૂ થશે. મેળામાં ઘોડાનું મોટું બજાર 20 એકરમાં ફેલાયેલું હોય છે. મેળાને અવનવા રૂપમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. વર્ષ સારંગખેડા ઘોડા મેળામાં ઘોડાના ફોટોગ્રાફી કરવા ઇન્ટરનેશનલ લેવલના ફોટોગ્રાફર કાત્યા દ્રુઝ આવવાના હોવાનું જાણવા મળેલ છે. જાણકારી ચેતક ફેસ્ટિવલના અધ્યક્ષ જયપાલ રાવલને આપી છે. રશિયાની ઇન્ટરનેશનલ લેવલની ફોટોગ્રાફર કાત્યા દ્રુઝ ઓસ્ટ્રેલિયા, રશિયા, અમેરિકા, ઇંગલેન્ડ દેશમાં ઘોડાની ફોટોગ્રાફી કરી છે. અનેક બેસ્ટ ફોટોગ્રાફર તરીકે પુરસ્કાર મળ્યા છે. 8 ડિસેમ્બર રોજે ભારત દેશના બીજા નંબરના સારંગખેડા ઘોડા મેળામાં ફોટોગ્રાફી કરવાં માટે દાખલ થવાની છે. મેળામાં 15 દિવસ સુધી ફોટોગ્રાફી કરનાર છે. અલગ-અલગ નસલના ઘોડાના ફોટો પાડવા આયોજન કરેલ છે. સારંગખેડા ઘોડા મેળામાં સમગ્ર દેશમાંથી વેપારીઓ ઉત્તમ પ્રકારની નસલના ઘોડા લઈને વેપાર કરવા માટે આવે છે. 25 દિવસ સુધી બજાર ચાલે છે. ઘોડા બજારમાં કરોડો રૂપિયાની ટર્નઓવર થાય છે. બજારમાં ઘોડાની કિંમત કરોડોમાં બોલે છે. બજારમાં કરોડ રૂપિયાના ઘોડા પણ વેચવા માટે વેપારીઓ આવે છે. આજ સુધી એક હજાર વધુ ઘોડાઓ બજારમાં આવ્યા છે.

વેપારીઓને રહેવા માટે બાંબૂનગરી બનાવાઇ

સારંગખેડા ઘોડા મેળામાં દેશભરથી ઘોડા વેપારી આવે છે.નિવાસની વ્યવસ્થા રાજાશાહી ઢબે કરાઈ છે. ગામના તાપી નદીકિનારે બાંબૂનગરી તૈયાર કરવામાં આવી છે.આ કપડાના મકાનમાં સર્વ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ઘોડા બજાર દર વર્ષ હાઈટેક બની રહ્યો છે.

ઘોડાના બજારમાં ફોટોગ્રાફર કાત્યા દ્રુઝ આવવાની વકી

અન્ય સમાચારો પણ છે...