• Gujarati News
  • નવાપુરમાં રાશનની દુકાનનું કૌભાંડ ઝડપાયું

નવાપુરમાં રાશનની દુકાનનું કૌભાંડ ઝડપાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાપુરતાલુકાના વિસ્તારમાં આવેલ બોરપાડા અને અંજાણે ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ વિસરવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. દુકાનદાર અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટું કૌભાંડ બહાર આવતાં જિલ્લા પુરવઠા અધિકારીએ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં બન્ને સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ્દ કરવામાં આવ્યો છે. સાથે નવાપુર તાલુકાના વિસ્તારના આદિવાસી કાર્ડધારકોને નિયત કરાયેલા જથ્થા કરતા ઓછો માલ આપવાની સાથે નિર્ધારીત દર કરતાં વધુ નાણાં પડાવતો હોવાની જાણકારી મળતા કલેકટરના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગે અન્ય આઠ સરકારી સસ્તા અનાજની દુકાનો લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. નવાપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાંથી લાઈસન્સ રદ કરવાની પહેલી ઘટના છે.

નવાપુર તાલુકાના બોરપાડા ગામના સરકારી સસ્તા અનાજની દુકાન માલિક ઇંદાસબાપૂ ગાવિત અને અંજાણે ગામના એસ. યુ. અગ્રવાલ દુકાનદાર કાર્ડધારકોને નિયત થયેલા જથ્થા કરતા ઓછો માલ આપવાની સાથે નિર્ધારીત દર કરતાં વધુ નાણાં પડાવતો હોવાની ફરિયાદ ઉઠી હતી. તપાસમાં બન્ને દુકાન બંધ મળી હતી. ત્યારબાદ નંદુરબાર જિલ્લાના પુરવઠા વિભાગના અરૂણ અભંગ તપાસ કરતાં દુકાનદારનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધુ હતું અને વિસરવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દુકાનદાર દ્વારા કુપનમાં દર્શાવેલ અનાજના જથ્થા કરતા ઓછો અપાતો હોવાની રજુઆત કરવામાં આવી હતી. ઉપરાંત અનાજ અને કેરોસીનના દર્શાવેલા ભાવો કરતા વધુ નાણાં લેતો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. જે અંતર્ગત કલેકટરે પ્રદીપ. પી. દુકાનના સંચાલકને બોલાવી કરેલ ઉલટ તપાસમાં ગ્રામજનોની ફરિયાદમાં તથ્ય જણાયું હતું. જેથી તેમણે જિલ્લા પુરવઠા અધિકારી અરૂણ અંભગને મામલે તપાસ કરવા જણાવી દુકાનદારનું લાયસન્સ તાત્કાલિક અસરથી હમેશા માટે રદ કરવાની આપેલ હતી. જે અંતર્ગત તપાસ હાથ ધરાઇ હતી તે દરમ્યાન ગેરરીતિના પુરાવાઓ મળતા જિલ્લા પુરવઠા વિભાગે દુકાનદારનું લાયસન્સ રદ્દ કરી દીધું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મહિલા બચત ગ્રુપને લાઈસન્સ અપાશે

નવાપુરતાલુકાનાઆઠ સરકારી સસ્તા અનાજની દુકાનો લાઈસન્સ મહિલા બચત ગ્રુપને આપવાની જાહેરાત કરવામાં આવી છે. માટે પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

8 ગામોની સસ્તા અનાજની દુકાનોના લાઈસન્સ સસ્પેન્ડ

સરકારીસસ્તાઅનાજની દુકાન મૂળ ગામે નહીં ચાલાવી બીજા ગામે ચાલવાનું કૌભાંડ બહાર આવ્યું છે. મુળ ગામના લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. બાબતે પુરવઠા વિભાગને તાલુકાના આઠ સરકારી સસ્તા અનાજની દુકાનો લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી છે. બંધારે, બિલબારા, વરાડીપાડા, બાલઆમરાઈ, હળદાણી, ભરડૂ, મહાલકડૂ, સોનારે દિગર, આઠ ગામડાઓનો સમાવેશ થાય છે.

પુરવઠા ખાતા દ્વારા કાર્યવાહી

નવાપુરતાલુકાનીકુલ 2,39, 507 લોકસંખ્યા માટે સસ્તા અનાજની લાઈસન્સ ધારક દુકાનદાર સંખ્યા 179 છે. દુકાનોમાંથી ગેરરીતિના પુરાવાઓ મળતા જિલ્લા પુરવઠા વિભાગે બે દુકાનો લાઈસન્સ રદ કર્યા છે અને 8 સસ્તા અનાજની દુકાનદારનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. તેમજ નવાપુર તાલુકાના 17 કેરોસીન પુરવઠા ધારકો અનિયમિત વિતરણ કારણે નોટિસ જિલ્લા પુરવઠા અધિકારીએ આપી છે.

રેશનિંગના અનાજના માફિયાઓને જેર કરાશે

^નવાપુર તાલુકામાં ગ્રામજનોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળતાં તાલુકાના 8 દુકાનદાર અન્ય ગામડાઓમાં અનાજની દુકાન ચાલી રહી હતી. કેસમાં કાર્યવાહી કરાઈ છે. આગામી સમયે ગેરકાયદે રીતે સસ્તા અનાજની દુકાનદાર કામગીરી કરી તો કાર્યવાહી કરાશે. ગેરરીતિ બાબતે પુરવઠા વિભાગમાં ફરિયાદ નોંધાવી જોઈએ. રેશનિંગ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે. > અરૂણઅંભગ, જિલ્લાપુરવઠા અધિકારી, નંદુરબાર

નવાપૂર તાલુકામાં રેશનિંગ કાર્ડની સંખ્યા

રેશનિંગપ્રકાર કાર્ડ સંખ્યા

બીપીએલ (પીળાકાર્ડ) 28549

એપીએલ.(કેસરીકાર્ડ) 13174

અંત્યોદય(પીળાકાર્ડ) 18742

અન્નપૂર્ણા.66

શુભ્ર.(સફેદકાર્ડ) 841

કુલ61072

જે ગામમાં દુકાન હોવી જોઇએ તેના બદલે દુકાન બીજા ગામમાં

મંજુરગામ બીજું ગામ માલિક

બંધારે. ચિંચપાડાએચ.ઓ શર્મા

બિલબારાચિંચપાડાકે. ઓ. શર્મા

વરાડીપાડાવિસરવાડીખેડૂત સોસાયટી

હળદાણીવિસરવાડીએસ.જી.અગ્રવાલ

ભરડૂ.વિસરવાડીદેવમોગરા સોસા.

મહાલકડૂવિસરવાડીદેવમોગરા

સોનારે.દિ.ચિંચપાડાઆર.કે શર્મા

નવાપુરમાં પુરવઠા વિભાગના અધિકારી દ્વારા ગ્રાહકોના રેશનિંગ કાર્ડ ચેક કરવામાં આવ્યા.