• Gujarati News
  • National
  • નંદુરબાર શહેરમાં ખ્રિસ્તી સંપ્રદાયની મહારેલી યોજાઈ

નંદુરબાર શહેરમાં ખ્રિસ્તી સંપ્રદાયની મહારેલી યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્યના અડીના આવેલા નંદુરબાર શહેરમા ગુરૂવારે સીબી પેટ્રોલ પંપ પાસેથી બપોરે બારા કલાકે શહેરના મુખ્ય માર્ગથી મૌન રેલી નીકળી હતી. બપોરે એક કલાક ખ્રિસ્તી ધર્મના મુખ્ય પાંચ લોકોએ નંદુરબાર કલેકટર ડો. મલ્લિનાથ કલશેટ્ટીને આવેદનપત્ર આપ્યું હતું. અને ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરી પાસે જાહેર સભાને સંબોધી હતી.

ખ્રિસ્તી ધર્મના રેલીમાં મહિલાની સંખ્યા વધારે હતી. મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ અને ગુજરાત વિસ્તાર ટોટલ 40 હજારથી વધુ લોકોએ રેલીમા આવ્યા હતા. નંદુરબાર જિલ્લાના 43 ડીગ્રી તાપમાન મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મના લોકોએ ભેગા થતા ચકચાર મચી ગઇ છે. રેલી દિલીપ નાઈક, પ્રેમદાસ કાલુ, જોસેફ મલબારી, બિશપ રમણભાઈ, પાસ્ટર રાજૂભાઈ ગાવિત,રેવ્હ દેવેંદ્ર શિંદે,વિનાયક ગાવિત આદિ ઉપસ્થિત હતા. નંદુરબાર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તાર ખ્રિસ્તી લોકોની સંખ્યા વધુ છે. ધાર્મિક સ્થળે, કબ્રસ્તાન, સામાજિક સભાગૃહ, ખ્રિસ્તી સમાજ મંદિર, બાંધકામ કરવા માટે અમુક ધર્મના લોકો વિરોધ કરે છે.આ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરીને સંરક્ષણ આપવામાં આવે એવી માંગ કરી હતી.

ખ્રીસ્તી સમાજના લોકોએ આવેદન આપ્યું.

રેલીમાં મહિલાઓની સંખ્યા વધુ

નંદુરબારજિલ્લા સહીત ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ વિસ્તારના ખ્રિસ્તી ધર્મના લોકો મોટી સંખ્યા આવ્યા હતા. રેલી શિસ્તબદ્ધ પદ્ધતિ કાઢી હતી. સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. મહિલાએ સફેદ ટોપી અને હાથ પોસ્ટર થઈને રેલીમાં જોડાઈ હતી.

ખ્રિસ્તીધર્મ પ્રચાર માટે વિરોધ થયા છે

ખ્રિસ્તીધર્મના પ્રચાર કરવા માટે સામુહિક પ્રાર્થના, નૈમીત્રીક પ્રાર્થના, અધ્યાત્મિક અને આત્મીક જાગૃતિ સભા લેવા માટે ધાર્મિક અને જાતીયવાદી શક્તી વિરોધ કરે છે. અસામાજિક તત્વોના લોકો પર કડક કાર્યવાહી કરેની મોકા જેવી કાર્યવાહી થવુ જોઈએ. સર્વ ખ્રિસ્તી લોકોને સંરક્ષણ પ્રધાન કર્યુ જોઈએ રીતે અલગ અલગ વિષયની માંગ કરવામા આવી હતી.

ખ્રિસ્તીધર્મને લગતી સમસ્યાના નિરાકરણ માટે રેલી

નંદુરબાર ખાતે ખ્રીસ્તી સમાજના લોકોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

અન્ય સમાચારો પણ છે...