• Gujarati News
  • National
  • નિઝર ઉચ્છલ હાઈવે પર કારની અડફટે યુવાનનું મોત

નિઝર ઉચ્છલ હાઈવે પર કારની અડફટે યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર-ઉચ્છલ હાઇવે પર આવતા નિઝર તાલુકાનાં હાથનુર ગામ પાસેના પુલ પર સ્વીફ્ટ કારે સાઇકલ સવારને અડફેટે લેતા કરૂણ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ હાથનુર ગામની સીમ પાસેથી પસાર થતાં નિઝર- ઉચ્છલ હાઇવે પરના પુલ પર પુરપાટ ઝડપે હાંકી આવતા સ્વીફ્ટ કારનં.( એમ.એચ.39.જે.7197)ના ચાલકે સાઇકલ પર આવતા ગૌતમભાઇ માનસિંગ વસાવેને (રહે,નાસરપુર.તા.નિઝર ) અડફેટે લેતા ગૌતમભાઇને માથાની ભાગે ગંભીર ઇજા થઈ હતી .ઘટના સ્થળ પર હાજર લોકોએ સારવાર અર્થે નંદુરબારની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા .જ્યાં ટૂંકી સારવાર બાદ ડૉક્ટરોએ ગૌતમભાઇને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...