તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં નવાપુર બંધ

કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં નવાપુર બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસિવાયના અન્ય રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા ચલણી નોટ બંધ કરવાના નિર્ણય સામે બંધના એલાનમાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં માત્ર નવાપુર શહેર બંધ રહ્યું હતું. જેના માટે કોંગ્રેસી નગરસેવકો દ્વારા બે દિવસ સુધી જહેમત ઉઠાવી હતી.

સોમવારે બંધ દરમિયાન નવાપુર શહેરમાં સરકારી ઓફિસ સ્કૂલ, કોલેજ, મેડિકલ, હોસ્પિટલ તેમજ જીવન જરૂરિયાતનું વેચાણ ચાલુ હતું. માત્ર માર્કેટો બંધ હતાં. બપોરના સમયે નવાપુર શહેરમાં કોંગ્રેસીઓ દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારનો નોટ બંધીનો નિર્ણય રાજકીય પગલું છે. ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ રૂપ આપી ખોટો લાભ લેવામાં આવી રહ્યો છે. મોદી ધમાકા કરવાની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીના અનુસંધાનમાં રાજકીય હેતુ પાર પાડવા નિર્ણય લેવાયો છે.

નિર્ણય કોંગ્રેસ વિરોધ નથી કરતું પરંતુ સામાન્ય નાગરિક પર તેની મોટી અસર થઈ રહી છે. કાર્યક્રમમાં કોંગ્રેસના તાલુકા પ્રમુખ ભરત ગાવિત, નગર સેવક ગિરીશ ગાવિત, આરીફ બલેશ્વરીયા, અજય પાટીલ, હરીશ પાટીલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

નવાપુર શહેર બંધ કરવાનો નિર્ણય માત્ર નવાપુર નગર પુરતો સીમીત રહ્યો હતો. નવાપુર તાલુકાના ચીચપાડા, વીસરવાડી, ખાનબારા સહિતના વિસ્તારમાં બંધની અસર રહી હતી. તમામ માર્કેટો ચાલુ રહ્યાં હતાં.

બંધ કરવાનો નિર્ણય માત્ર નવાપુર નગર પૂરતો સીમિત રહ્યો

બંધ માટે કોંગ્રેસી નગરસેવકો દ્વારા બે દિવસ સુધી જહેમત ઉઠાવી હતી

અન્ય સમાચારો પણ છે...