• Gujarati News
  • National
  • રિવોલ્વર પ્રકરણના કોન્સ્ટેબલો ચેક પોસ્ટ પર રોજ શિકાર શોધતા હતા

રિવોલ્વર પ્રકરણના કોન્સ્ટેબલો ચેક પોસ્ટ પર રોજ શિકાર શોધતા હતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાલાલવાણી બંધુના ખંડણી પ્રકરણમાં પકડાયેલ ગુનેગારે રિવોલ્વર લઈને નંદુરબારથી નવસારી આવતી વેળાએ સોનગઢ પોલીસના હાથ ઝડપાયા બાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં નવરાજસિંહ ડાભી અને અનિલ પાંખરીએ આરોપી પાસે 40 હજાર રૂપિયાનો તોડ કરી તેમને છોડી મુક્યા હોવાની કબૂલાતને આધારે નવસારી પોલીસે પ્રકરણનો મુખ્ય સૂત્રધાર સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નવરાજસિંહ ડાભીની ધરપકડ બાદ તાપી જિલ્લા પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. નવસારી એલસીબીએ આર્મ એક્ટના ગુનામાં કાનજી ઉર્ફે કેયુર દેસાઈની ધરપકડ કરી હતી.

નવસારીના લાલવાણી બંધુઓ પાસે 5 કરોડની ખંડણી માંગવામાં કેયુર દેસાઈ મુખ્ય સૂત્રધાર છે. કેયુર દેસાઈ પિસ્તોલ મહારાષ્ટ્રના નંદુરબારથી ખરીદી હતી. અને ત્યાંથી તે નવસારી તરફ આવી રહ્યો હતો ત્યારે સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં ચેકપોસ્ટ નજીક સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નવરાજસિંહ જોરુભા ડાભી અને અનિલ પાંખરીએ તેને રિવોલ્વર

...અનુસંધાન પાના નં.2

....સાથે પકડી લીધો હતો. જે સમયે તેણે 40000નો તોડ કરી કેયુરને જવા દીધો હતો. પ્રકરણે હાલમાં તાપી જિલ્લા પોલીસમાં ભારે ચકચાર મચાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવરાજસિંહ ડાભી અને અનિલ પાંખરીની જોડીએ સોનગઢ ચેકપોસ્ટ પર આંતક મચાવ્યો હતો. હંમેશા સોનગઢ પોલીસ સ્ટેશનમાં પીસીઆરીની નોકરી કરવાની ટેવવાળા બંને પોલીસ કોન્સ્ટેબલો સાંજે 5.00 વાગ્યા બાદ પીસીઆર લઈને ચેકપોસ્ટ ઉપર ઊભા રહી જાય છે. અને ટ્રાફિક બ્રિગેડની મદદથી મહારાષ્ટ્રના નવાપુર અને નંદુરબાર તરફથી દારૂનું વ્યસન કરી અથવા તો વિદેશી દારૂ લઈને આવતી કારને ટારગેટ બનાવે છે.

મહારાષ્ટ્રમાં પણ બાતમીદારો ગોઠવીને રાખ્યા હતા

સોનગઢ ચેકપોસ્ટ પાસે તોડ પાડવાના કૌભાંડમાં સંડોવાયેલા નવરાજસિંહ તથા અનિલ.

બારડોલી, સુરતની ગાડીઓ પર ખાસ વોચ રહેતી હતી

ખાસકરીને બારડોલી અને સુરત પાર્સિંગની ગાડી ઉપર તેમની નજર રહેતી હતી. હાઈ પ્રોફાઈલ વ્યક્તિઓ નશાની હાલતમાં અથવા તો દારૂની એક અથવા બે બોટલ સાથે પકડાય તો તેમની પાસે મોટો તોડ કરતા હતાં. રોજના અનેક વ્યક્તિઓ જુગલબંધીનો શિકાર બનતાં હતાં. પરંતુ તેમની સામે ફરિયાદ કરવા વાળુ કોઈ હતું.

મહારાષ્ટ્રની તમામ વિગતો કોન્સ્ટેબલોને મળતી હતી

સૂત્રોનાજણાવ્યા અનુસાર ટોળકીએ તેમના બાતમીદારો પણ નવાપુર અને નંદુરબારના બાર ઉપર ગોઠવી રાખ્યા હતાં. જો કોઈ ગાડીમાં નબીરાઓ વિદેશી દારૂ લઈને સોનગઢ તરફ આવે તો તેમની અચુક બાતમી ટોળકીને મળી જતી હતી. અને તેમની પાસે મોટી રકમનો તોડ કરતાં હતાં.

રિવોલ્વર સાથે પકડાયેલા આરોપીને તોડ પાડી છોડી મૂક્યો હતો

મહારાષ્ટ્રથી નશો કરી આવતા નબીરાઓ નિશાના પર રહેતા

અન્ય સમાચારો પણ છે...