• Gujarati News
  • નવાપુર શહેર અને વિસ્તારમાં બરફના કરાં સાથે માવઠું

નવાપુર શહેર અને વિસ્તારમાં બરફના કરાં સાથે માવઠું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્યના અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપૂર શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં રવિવારે બપોરે 12:05 થી 12:20 સુધી અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે નંદુરબાર જિલ્લાના નવાપુર શહેર અને અલગ અલગ ક્ષેત્રમાં કમોસમી વરસાદ સાથે બરફના કરાં પડ્યા હતા.

શનિવારે વહેલી સવારે 30 મિનિટ સુધી કમોસમી વરસાદ થઈ હતી. ત્યારબાદ રવિવારે બપોરે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. નવાપૂર તાલુકાના આજુબાજુ ના ગામડાઓમાં બરફના કરા પડ્યા હતાં. સતત કમોસમી વરસાદ વિસ્તારમાં વરસાદ ખેડૂતોને થોડા પ્રમાણમાં નુકસાન થઈ હતું.

ગુજરાત રાજ્યના અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગત વર્ષ 2014 મા નવમી વખતે બરફના કરા પડ્યા છે.અને યા વર્ષમા ચોથી વખત કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. જિલ્લામાં સૌથી વધુ કમોસમી વરસાદ અને બરફના કરાની વર્ષાથી નવાપુર તાલુકાનું ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.

ખેડૂતો માટે આફત

નવાપુરતાલુકામાંજાન્યુઆરી, ફેબ્રુઆરી માર્ચ, અને એપ્રિલ મહિનામાં સતત ચાર વખત કમોસમી વરસાદ અને બરફના કરાની વર્ષાથી જગતના તાત મુશ્કેલીમા મુકાઈ ગયા છે. હાલ ગહૂ, શાકભાજી,અને કાંદા મિર્ચી નું પાક તૈયાર પર હોય અને કમોસમી વરસાદથી માઠી અસર થઈ રહી છે. સાથે મકાઈ અને કૈરી પર અસર જોવા મળે ફળનો પાકને અસર થઈ છે. ખેડૂતો માટે કમોસમી વરસાદ અને કરા આફતરૂપ બની ગયો છે. સતત વાતાવરણમાં થઈ રહેલું પરિવર્તન ચિંતાનો વિષય બન્યો.

નવાપુરમાં બરફના કરાં સાથે વરસાદ.