તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અનામતની માંગ સાથે નંદુરબારમાં સવા લાખ મરાઠાઓ એકત્રિત થયા

અનામતની માંગ સાથે નંદુરબારમાં સવા લાખ મરાઠાઓ એકત્રિત થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રજિલ્લાના કોપરડી ગામની સગીર બાળા સાથે થયેલા દુષ્કર્મના રોષમાં મહારાષ્ટ્રના તમામ િજલ્લામાં મરાઠા સમાજ દ્વારા િવરોધ પ્રગટ થયો છે. સોમવારે છત્રપતિ સિવાજી મહારાજની મૂર્તિને ફૂલહાર કરી મરાઠા સમાજે ભવ્ય રેલીનું આયોજન નંદુરબાર ખાતે કર્યુ હતું. નગરના નહેરુ ચોક, ગાંધી પુતળા, હાથ દરવાજા ડો. બાબા સાહેબ આંબેડકરના પુતળા નજીક રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

આરટીઓ ઓફિસ નજીક સભાનું આયોજન કર્યુ હતું. મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો ભેગા થયા હતાં. 1.25 લાખ જેટલી જનમેદની એકત્રીત થઈ હતી. મહારાષ્ટ્રને અડીને આવેલ ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ અન્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતાં. શિસ્તબદ્ધ રીતે સ્વચ્છતાને ધ્યાનમાં રાખી કોપરડી દુષ્કર્મનો વિરોધ તેમજ મરાઠા સમાજને આરક્ષણ અને એટ્રોસીટીના કાયદાને કડક બનાવવા માટે આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

આરટીઓ ઓફિસ નજીક સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો ભેગા થયા હતાં. તસવીર-નિલેશ પાટીલ

પોલીસનો કાફલો ખડકી દેવાયો

કાયદોઅને વ્યવસ્થા જળવાય રહે તેમાટે પોલીસ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી હતી. વિશાળ રેલીને જોઈને 30 પોલીસ અધિકારી તેમજ 700 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતાં.

સ્કૂલોમાં1 દિવસની રજા અપાઇ

મરાઠાસમાજની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાને લઈ નંદુરબાર શહેરની સ્કૂલોમાં એક દિવસમાં રજા આપી દેવામાં આવી હતી. રડા હોવાને કારણે શાળાના વિદ્યાર્થીઓ પણ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

રેલીના સમયે નંદુરબારમાં બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી

નવાપુરતાલુકાના પાનબાર ગામ નજીક સરાઈ નદીના પુલનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી ધૂલિયા સુરત હાઈવે બંધ કરી દીધો હતો. જેથી સોમવારના રોજ મરાઠા સમાજના ક્રાંતિ મોરચાનું આયોજન કર્યુ હોય સુરતથી ધૂલિયાનો ટ્રાફિક ઉચ્છલ, કુકરમુંડા, સાહદાથી ડોડાઈચા તરફ ડાયવટ કરવામાં આવ્યો હતો.

એટ્રોસિટીના કાયદાને કડક બનાવવા માટેની પણ માંગ કરાઇ

બાળા સાથે થયેલી દુષ્કર્મની ઘટનાનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો

ચાર કિ.મી. લાંબી રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અન્ય સમાચારો પણ છે...