જોય રાઈડના સાયકલ સ્પર્ધકો નાનાપોંઢા પહોંચ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનાપોંઢા | 12 કલાક માં 200 કિમિ સાયકલિંગ રેસ કરવા માટે નીકળેલા વલસાડના સાયકલ ચાલકો રવિવારે બપોરે નાનાપોંઢા આવી પહોંચતા લોકોને આશ્ચર્ય સર્જાયું હતું. વલસાડ સર્કિટ હાઉસથી સવારે 6 વાગ્યે નીકળી રાનકુવા અને ત્યાંથી ધરમપુર થઈ નાનાપોંઢા થઈ વલસાડ સુધી બી આર જી દ્વારા આયોજિત કરાયેલી બી આર એમ 200 જોય રાઈડ સ્પર્ધામાં આજે 65 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બપોરે ધરમપુર થઈને સાયકલ સવારો નાનાપોંઢા ચાર રસ્તા આવી પહોંચતા હેલ્મેટ, સ્પર્ધાના બુટ, જેકેટ સાથે સજ્જ સાયકલીસ્ટને જોઈને સ્થાનિકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. સાયકલિંગ કરી રહેલા એક સ્પર્ધકે જણાવ્યું કે તેઓ સવારે વલસાડથી નીકળી સાંજે નાનાપોંઢા થઈ સર્કિટ હાઉસ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...