ચીખલી પોલીસે બે કારમાંથી 4.70 લાખનો દારૂ ઝડપી પાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીપોલીસે રાત્રિ દરમિયાન હાઈવે ચાર રસ્તા પાસે કોર્ડન કરી બે કારમાંથી રૂ. 4.70 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી બંને કાર સાથે કુલ 14.70 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે આશ્ચર્ય વચ્ચે એક પણ ખેપિયો પોલીસને હાથે ઝડપાયો હતો.

ઈનચાર્જ પીઆઈ પી.આર.વાઘેલાને મળેલી બાતમીના આધારે રાત્રિ દરમિયાન પોસઈ એસ.બી.વસાવા, પોલીસકર્મી વિજયસિંહ, સુરેશ ગઢવી, મુળુભાઈ, ઠાકોરભાઈ, સંજયભાઈ સહિત સ્ટાફે સમરોલી હાઈવે ચાર રસ્તા ઓવરબ્રિજના નીચે વોચ ગોઠવી દમણ તરફથી બાતમીવાળી કાર આવતા પોલીસનું કોર્ડન જોઈ અર્ટિંગા કારના ચાલકે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર યુટર્ન લઈ ભાગવા જતા પોલીસે ખાનગી વાહનથી પાછળ આડશ મુકી દેતા કાર ઉભી રાખી ચાલક અને બાજુમાં બેસેલ બંને જણાં ભાગી છૂટ્યા હતા. પોલીસે કાર (નં. એમએચ-02-સીઆર-1955)માંથી વ્હિસ્કી તથા બિયરની બોટલ નંગ 1331 કિંમત રૂ. 3,03,100નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ સહિત કાર કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 8,03,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે સમરોલી હાઈવે ઓવરબ્રિજ નીચે ચાર રસ્તા પાસે કોર્ડન કરી બીજી અર્ટિગા કાર (નં. એમએચ-02-સીઆર-1997)માંથી પણ બિયર-વ્હિસ્કીની બોટલ નંગ 2273 કિંમત રૂ. 1,67,650નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ સહિત કાર કિંમત રૂ. 5 લાખ મળી કુલ 6,67,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે બનાવમાં પણ કારનો ચાલક અને બાજુમાં બેસેલો ઈસમ અંધારામાં ફરાર થઈ ગયા હતા.

દમણથી દારૂ ભરેલી બે અર્ટિગા કાર સાથે આવતા પોલીસે સમરોલી હાઈવે ઓવરબ્રિજ નીચે ચાર રસ્તા પાસેથી બંને કારને ઝડપી લઈ કુલ રૂ. 4,70,750નો દારૂ સાથે રૂ. 14,70,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસને કાર અને દારૂ મળ્યા પણ એક પણ ખેપિયો પકડાયો નહીં

અન્ય સમાચારો પણ છે...