તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Maroli
 • ઉભરાટ જતો રોડ બાવળોને કારણે સાંકડો બનતા વાહનચાલકોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉભરાટ જતો રોડ બાવળોને કારણે સાંકડો બનતા વાહનચાલકોને હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલાલપોરતાલુકાના નિમરાઈથી ઉભરાટ સુધીના માર્ગ પર ઠેર ઠેર ગાંડા બાવળની ઘટા રોડ ઉપર આવી જતા માર્ગ સાંકડો થઇ ગયો છે. માર્ગ સાંકડો થતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.

મરોલીથી ઉભરાંટ માર્ગ પહોળો કરવામાં આવ્યો છે. માર્ગમાં નિમરાઈથી ઉભરાટ સુધી ઠેર ઠેર જંગલી બાવળોની ડાળી માર્ગ પર આવી જતા માર્ગ વધુ સાંકડો બની રહ્યો છે. ઉભરાટના દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો માર્ગ પર આવતા હોય છે. માર્ગ રાતદિવસ વાહનવ્યવહારથી ધમધમે છે. વાહનચાલકોએ સાવચેતી રાખી વાહનો પસાર કરવા પડે છે. માર્ગો પર આવતા ઉભરાંટ, દાંતી, દીપલા, વાંસી-બોરસી તથા દીવાદાંડી-માછીવાડ ગામોના લોકો મરોલી-નવસારી જેવા શહેરોમાં કામ અર્થે તથા નોકરીએ જવા માટે માર્ગનો ઉપયોગ કરે છે.

માર્ગ ઉપર જંગલી બાવળોના કારણે રોડ સાંકડો થવાથી ઘણીવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય પરંતુ પોલીસ દફતરે નોંધાતા અકસ્માતો પ્રકાશમાં આવતા નથી. થોડા દિવસ પહેલા રાત્રિના સમયે ભેંસ અચાનક આવી જતા વાહન સાથે અથડાતા અકસ્માત થયો હતો અને ભેંસનું મોત નીપજ્યું હતું. માર્ગના અવરોધમાં આવતા જંગલી બાવળોને દૂર કરવામાં આવે તો હજુ પણ જીવલેણ કે ગંભીર અકસ્માતના બનાવ બનવાની પૂરી શક્યતા જણાય રહી છે. માર્ગ પર કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલા સરકારી તંત્ર જંગલી બાવળોને દૂર કરે એવી લોકમાગ ઉઠી છે.

નિમરાઈથી ઉભરાટ જતો રોડ જંગલી બાવળોને લઈ સાંકડો બનતા વાહનચાલકો હાલાકિ ભોગવી રહ્યા છે. તસવીર- ભાસ્કર

માર્ગ સાંકડો થતાં નાના અકસ્માતના બનાવો બની રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો