તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી તાલુકાની 67 ગ્રા.પં.ની બેઠકો ફેરફાર સાથે જાહેર કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીતાલુકાની કુલ 67 ગ્રામપંચાયતોની સરપંચોની જાહેર થયેલી બેઠકોમાં 31 બેઠકો એસટી મહિલાઓ માટે તેમજ 31 બેઠકો પુરૂષો માટે ફાળવવામાં આવી છે. જ્યારે અગાઉ અનામત જાહેર કરાયેલી 14 બેઠકમાંથી માત્ર 3 બેઠકો અનામત માટે ફાળવાય જેમાં મલિયાધરા અને ચીમલા સ્ત્રી અનામત અને તલાવચોરા પુરૂષ માટે ફાળવાય છે. જ્યારે બક્ષીપંચ માટે 1 બેઠક ફાળવાય છે. જેમાં ચીખલીનો સમાવેશ થાય છે. જ્યારે વંકાલ એસસી બેઠક ફાળવાતા અગાઉ જાહેર થયેલી 7 બક્ષીપંચ અને 14 અનામત બેઠકો મળી કુલ 21 જેટલા ભાવિ સરપંચના ઉમેદવારોની બેઠકો બદલાતા સરપંચના સ્વપ્ન ચકનાચૂર થઈ જવા પામ્યા છે. જેથી કહીં ખુશી કહીં ગમનો માહોલ તાલુકાના રાજકીય વર્તુળમાં જોવા મળી રહ્યો છે.

સરપંચોની ચૂંટણી માટે અગાઉ પ્રાંત અધિકારી ટી.કે.ડામોર દ્વારા જાહેર કરાયેલી બેઠકોમાં ભૂરીયા કમિટીના અહેવાલનો અમલ થતા બાબતની રજૂઆતને પગલે સરપંચોની બેઠકમાં ફેરફાર કરાયો હતો,જેમાં ભુરીયા કમિટીના અહેવાલને ધ્યાનમાં રાખી નવેસરથી દરખાસ્ત કરાતા 31 મહિલા ઉમેદવારો માટે જેમાં ઝરી, ઘોડવણી, માંડવખડક, ઢોલુમ્બર, કાકડવેલ, ધોલાર, વેલણપુર, સતાડીયા, મોગરાવાડી, સારવણી, બામણવાડા, ખાંભડા, ખરોલી, સિયાદા, ગોડથલ, કણભાઈ, તેજલાવ, અંબાચ, બોડવાંક, ચરી, ખુડવેલ, ફડવેલ, અગાસી, રૂમલા, રેઠવાણીયા, ચિતાલી, સૂંઠવાડ, વાંઝણા, રાનવેરીખુર્દ, દોણજાનો સમાવેશ થાય છે. જ્યારે એસટી પુરૂષ બેઠકો માટે 31 ગ્રા.પં.માં રાનવેરીકલ્લા, કાંગવઈ, સરૈયા, મીણકચ્છ, બારોલીયા, નોગામા, હોન્ડ, ચાસા, હરણગામ, સુરખાઈ, ટાંકલ, બામણવેલ, સાદકપોર, રાનકુવા, કુકેરી, ઘેજ, દેગામ, કલીયારી, જોગવાડ, આમધરા, પીપલગભાણ, માણેકપોર, સોલધરા, બલવાડા, ખૂંધ, ઘેકટી, મજીગામ, સમરોલી, થાલા, મલવાડાની બેઠક ફાળવાય છે. તાલુકાની એકમાત્ર એસસી મહિલા બેઠક વંકાલ ગ્રા.પં. માટે ફાળવાય, જ્યારે તાલુકા મથક ચીખલી ગ્રા.પં. બેઠક બક્ષીપંચ માટે અનામત રખાઈ છે. અગાઉ જાહેર થયેલી 14 અનામત બેઠકમાંથી ફક્ત ત્રણ બેઠકો અનામત માટે હાલમાં જાહેર થઈ છે. જેમાં બે મહિલા અનામતમાં ચીમલા અને મલિયાધરાનો સમાવેશ થાય છે. જ્યારે તલાવચોરા બિનઅનામત જાહેર કરાઈ છે. સરપંચોની બેઠકમાં ફેરફાર થતા અનેક રાજકીય સમીકરણો નવા ઉદભવવા પામ્યા છે. જાહેર થયેલી બેઠકોના પગલે અનેક ગામોમા રાજકીય આગેવાનોએ પોતાના ઉમેદવાર મુકવા માટે સોગઠા ગોઠવવાની પેરવી હાથ ધરી છે ત્યારે કેટલાક રાજકીય આગેવાનોના સ્વપ્ન પણ ચકનાચૂર થઈ જવા પામ્યા છે.

તાલુકાની એકમાત્ર એસસી મહિલા બેઠક વંકાલ માટે ફાળવાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો